પોરબંદર સહિત દેશભરમાં કોરોનાની ગતિ ધીમે -ધીમે વેગ પકડી રહી છે. જોકે અગાઉની ચાર લહેર કરતાં આ વખતે કોરોના વેરીયન્ટ થોડોક નબળો હોવાનું નિષ્ણાંતો કહી રહ્યાં છે. જેથી મૃત્યુનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે. બીજી તરફ છેલ્લા ર૪ કલાક દરમિયાન પોરબંદર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ પોઝિટીવ નોંધાયા છે. નોંધનીય છે કે ગઇકાલે તા.૧૩ એપ્રિલનાં રોજ જિલ્લામાં તંત્ર દ્વારા કુલ ૩૮૧ વ્યકિતઓનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ સાથે પહેલી લહેરથી અત્યાર સુધીમાં ૪,૬૦,૬૬૨ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેની સામે અત્યાર સુધી કુલ ૪૪૨૯ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ હાલ પોરબંદર શહેર અને જિલ્લામાં એકટીવ કેસની સંખ્યા ૮ હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા ર૪ કલાકની વાત કરીએ તો ગુજરાતમાં પોરબંદરનાં બે સહિત કુલ ૪૧૭ નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. બીજી તરફ છેલ્લા ર૪ કલાક દરમિયાન પોરબંદર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ પોઝિટીવ નોંધાયા છે. નોંધનીય છે કે ગઇકાલે તા.૧૩ એપ્રિલનાં રોજ જિલ્લામાં તંત્ર દ્વારા કુલ ૩૮૧ વ્યકિતઓનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.
