યુવાનોમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે આ મામલ આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું હતું. આજે મીડિયા સમક્ષ તેમણે હાર્ટ એટેક મામલે કહ્યું હતું કે, હાર્ટએટેકના બનતા બનાવોને લઈને આરોગ્ય વિભાગ તપાસ કરશે. સરકાર દ્વારા આ ઘટનાઓ સામે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.
ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકેની લઈને અનેક બનાવો વારંવાર બની રહ્યા છે. ત્યારે આ પ્રકારના બનાવો સામે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે યુવાનોમાં બનતા હાર્ટએટેકના બનાવો મામલે સરકાર તપાસ કરશે. તેમ તેમણે સ્પષ્ટતા કરી હતી.
તાજેતરમાં જ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને રમતા યુવાનોને આવ્યા હાર્ટએટેક
17 ફેબ્રુઆરીએ
– પાટણના હારીજ ખાતેચ શિક્ષકનું ચાલું ક્લાસે હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. અચાનક જ છાતીમાં દુખાવો થતા તેમનું હાર્ટએટેક આવવાના કારણે મૃત્યુ થતા શાળામાં પણ ગમગીની છવાઈ ગઈ
18 જાન્યુઆરી
વલસાડમાં ચાલું ક્લાસે વિદ્યાર્થીને હાર્ટએટેક આવતા મોત નિપજ્યું હતું. ચાલું ક્લાસે એટેક આવતા વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો.
15 જાન્યુઆરી આસપાસ
કડકડતી ઠંડીમાં હાર્ટબેસી જવાના કારણે વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ હતું.
5 ફેબ્રુઆરીએ સુરતમાં ક્રિકેટ રમતા મોત
સુરતના શેખપુર ગામના યુવકનું ક્રિકેટ રમતા અચાનક મોત નિપજ્યું છે. મેદાન પર જ યુવક અચાનક બેભાન થઈ ગયો હતો. ત્યારે એટેક આવતા આ મોત થયાની આશંકા.