પાટણ જિલ્લામાં છેલ્લા 25 દિવસ થી જિલ્લામાં કોરોનાનાં કેસ શરૂ થવા પામ્યા છે.અને દિવસે દિવસે કોરોનના કેસ માં વધારો થયો છે.ત્યારે શુક્રવારે કોરોના ના 4 કેસ નોંધાયા હતા. જેમાં પાટણ 3 અને ચાણસ્મા 1 એમ કુલ 4 કોરોન કેસ નોંધાયો છે જિલ્લામાં કુલ 25 એક્ટિવ કેસ છે.જિલ્લામાં કુલ 47 કેસ અત્યાર સુધી નોંધાયા છે.
પાટણ જિલ્લામાં કોરોન ના કેસ વધી રહ્યા છે ત્યારે પાટણ શહેર ના રોકડીયા ગેટ પાસે 38મહિલા ,માતપુર માં 70વર્ષ પુરુષ,હાશાપુર 26મહિલા અને ચાણસ્મા ના બ્રાહ્મણવાડામાં 12 વર્ષ ની બાળકી ને ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો શુક્રવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવતા કોરોના નો 4 કેસ સામે આવ્યા હતા.
પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR 643 અને એન્ટીજન મળી કુલ 644 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 1 પુરુષ અને 3 સ્ત્રી રિપોર્ટ પોઝિટિવ આવ્યો આમ જિલ્લા અત્યારે 25 કેસ એક્ટિવ છે જિલ્લામાં અત્યાર સુધી 47 કેસ નોંધાયા છે. જયારે 1 જાણ સાજુ થયું છે.