ગુજરાતમાં H1N1 અને H3N2 કેસોએ પણ ચિંતા વધારી છે. અત્યાર સુધીમાં આ ઈન્ફલ્યુએન્ઝાના કેસો પણ 140 જેટલા નોંધાયા છે. તેમાં પણ માર્ચ મહિનામાં આ કેસો સામે આવ્યા હતા ત્યારે અત્યારે પણ આ કેસો જોવા મળી રહ્યા છે.
એક તરફ કોરોના કેસોમાં વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ આ પ્રકારે ઈન્ફ્લુએન્ઝાના કેસોએ પણ માઝા મૂકી છે. 10 માર્ચ સુધીમાં ગુજરાતમાં H1N1 ના 77 કેસ અને H3N2 ના 3 કેસ હતા ત્યારે એ પછીથી પણ કેસોમાં વધારો યથાવત રહ્યો હતો.
અત્યાર સુધીમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં H1N1 ના 98 અને H3N2 ના 42 કેસ નોંધાયા છે. ગુજરાતમાં H1N1 અને H3N2ની સ્થિતિ અત્યારના વર્તમાન સમય પ્રમાણે વધુ ચિંતાજનક સાબિત થઈ નથી પરંતુ અગાઉ ભાવનગર અને વડોદરામાં એક એક મોત સામે આવ્યા હતા જો કે, વડોદરાના મોત મામલે શંકાસ્પદ કેસ હતો. ખાસ કરીને 25 માર્ચ સુધી ઈન્ફલ્યુએન્ઝાના કુલ 140 કેસ નોંધાયા હતા. જો કે, આગામી સમયમાં પણ આ કેસોમાં વધારો જોવા મળી શકે છે.
ખાસ કરીને રાજ્ય સરકારે અત્યારે કોરોનાની પણ ચિંતા કરી છે. સરકારી સિવિલ હોસ્પિટલ અને શહેર તેમજ ગ્રામ્ય સ્તરની ખાનગી હોસ્પીટલોમાં બે દિવસીય મોકડ્રીલ યોજવામાં આવી છે. જેમાં અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે ત્યારે ઈમરજન્સીમાં આ સુવિધાઓ ઉપલબ્ધ થશે. એટલું જ નહીં આ સિવાય કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને હાલ રાજ્યમાં દૈનિક 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે. ત્યારે ઈન્ફ્લૂએન્ઝા અને કોરોના બન્ને કેસો સામે આવી રહ્યા છે.