Disabled Assistance Scheme: દિવ્યાંગોને મળશે દર મહિને રૂ. 1000 ની સહાય! જાણો અરજી કરવાની રીત
પાત્ર દિવ્યાંગ વ્યક્તિઓને દર મહિને રૂ. 1000ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે
આ સહાય સીધા બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે જમા કરવામાં આવશે
Disabled Assistance Scheme: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ખાસ જરૂરિયાતમંદ વર્ગો માટે વિવિધ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ અનાથ બાળકો, નિરાધાર વ્યક્તિઓ, દિવ્યાંગો, કિન્નરો, ભિક્ષુકો અને વૃદ્ધો માટે ઉપયોગી સાબિત થાય છે. તે અંતર્ગત બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે માસિક આર્થિક સહાય આપવાની યોજના અમલમાં છે, જેમાં સરકાર દર મહિને નક્કી સહાય પૂરી પાડે છે.
કોણ મેળવી શકે આ યોજનાનો લાભ?
આ યોજના હેઠળ લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે:
અરજદારની ઉંમર જન્મથી 79 વર્ષ સુધીની હોવી જોઈએ.
50% અથવા તેથી વધુ બૌદ્ધિક દિવ્યાંગતા, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અથવા સેરેબ્રલ પાલ્સીથી પ્રભાવિત વ્યક્તિઓ પાત્ર ગણાશે.
અરજદાર પાસે રાજ્ય સરકાર દ્વારા અપાયેલું દિવ્યાંગ ઓળખકાર્ડ અને ડોક્ટરી પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
યોજનાનો લાભ અને સહાય રકમ
પાત્ર દિવ્યાંગ વ્યક્તિઓને દર મહિને રૂ. 1000ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
આ સહાય સીધા બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે જમા કરવામાં આવશે.
અરજી માટે જરૂરી દસ્તાવેજો
અરજદારને નીચેના દસ્તાવેજો અરજી સાથે જોડવાના રહેશે:
દિવ્યાંગ ઓળખકાર્ડની નકલ
ડોક્ટરી પ્રમાણપત્ર, જેમાં દિવ્યાંગતાની ટકાવારી ઉલ્લેખિત હોય
ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર/શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર)
રેશનકાર્ડની નકલ
આધાર કાર્ડની નકલ
બેંક ખાતાની પાસબુકની નકલ
પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ (એક)
અરજી કરવાની પ્રક્રિયા
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી લાલજી પટેલના જણાવ્યા મુજબ, આ યોજનાનો લાભ મેળવવા અરજદારે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં અરજીપત્રક ભરીને રજૂ કરવું પડશે.
અરજીપત્રક સંબંધિત કચેરીથી મેળવી શકે છે.
ઓનલાઈન અરજીઓની ચકાસણી બાદ મંજૂરીની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પાસે રહેશે.
આ યોજના દિવ્યાંગ વ્યક્તિઓ માટે મહત્ત્વપૂર્ણ છે, જેનાથી તેઓને નાણાકીય સહાય મેળવી પોતાના જીવન સાથે સામાજિક અને આર્થિક સુરક્ષા મળી શકે.