ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો હજુ ડીકલેર નથી થઇ એ પહેલા તમામ પાર્ટીએ પ્રચાર અને રેલીઓ શરુ કરી દીધી છે. ગત વિધાનસભામાં ભાજપ ની 99 સીટ મેળવી હતી ત્યારે કોંગ્રેસ 77 સીટ મેળવી હતી. પણ આ વખતે ગુજરાત વિધાનસભા ચુંટણી તમામ પાર્ટી માટે એક ચેલેન્જ છે. અને આ વખતે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો પર ચુંટણી લડવાની છે. માટે આ વખતે કોંગ્રેસ માટે એક મોટી ચેલેન્જ છે.
આ વખતે ગુજરાત વિધાનસભામાં જગદીશ ઠાકોર માટે એક મોટી ચેલેન્જ છે કેમ કે આ વખતે આમ આદમી પાર્ટી પંજાબ જીત્યા બાદ ગુજરાત માં ચુંટણી લડવા જઈ રહી છે. ભાજપને આ વખતે ફાયદો થાય તેવું લાગી રહ્યું છે કેમ આમ આદમી પાર્ટી આવવાથી કોંગ્રેસના જે મત દાતાઓ છે એ આ વખતે તેમનું વિભાજન થાય તેવું લાગી રહ્યું છે. જો આવું થશે તો ભાજપ ગત વિધાનસભા ચુંટણી કરતા વધારે સીટ મેળવી લેશે. માટે આ વખતે જગદીશ ઠાકોર માટે એક મોટી ચેલેન્જ છે.
ગુજરાતમાં જયારે જયારે ચુંટણી આવે છે ત્યારે જ કોંગ્રેસ કેમ આકરા મૂડમાં દેખાય છે. ચુંટણી ગયા પછી કેમ શાંત થઇ જાય છે ?
શું જગદીશ ઠાકોર કોંગ્રેસ ને જીતાડશે કે ડુબાડશે ?
શું જગદીશ ઠાકોર 77 સીટ વધારે સીટ લાવશે કે પછી ઘટાડશે..
શું જગદીશ ઠાકોર કોંગ્રેસને વિપક્ષ લાવશે ? કે પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિપક્ષ તરીકે આવશે.
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.
રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે એલાન કરેલું કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે. ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું