Gujarat: ચિલ્ડ્રીન પાર્ક અને બીજા બધા કૌભાંડ સાથે જોડાયેલાં ક્લાસ બે અધિકારી લોમેશ બ્રહ્રમભટ્ટ 3 દિવસથી રજા પર ઉતરી ગયા છે. લોમેશ, હર્ષ સંઘવી અને મુકેશ પટેલ વચ્ચે બેઠક થઈ હતી. લોમેશે કોરા ચેક પર સહી કરી હોવાથી જે પોલીસ ગુનો નોંધાયો છે, તેમાં તે આરોપી બનાવી શકાય તેમ છે. તેથી તેને કેમ બચાવી શકાય તેની ચર્ચા થઈ હતી. લોમેશ જાતે ફરિયાદી બન્યો હતો.
વન વિભાગમાં નોટીસ આપી શકે છે. પણ લોમેશને શોકોઝ નોટિસ ન આપવામાં આવે એવું દબાણ સંઘ તરફથી થઈ રહ્યું છે.
એક નોટિસ આપીને તેનું એકાદ પગાર વધારો રોકી નજીવી સજા કરીને ફરીથી નોકરી પર લઈ લેવા માટે નક્કી કરાયું છે. એમ કરીને બધું ફીંડલું વાળી દેવાનું નક્કી કરાયું છે. હવે GECના ઈન્ચાર્જ ડાયરેક્ટર IFS ગંગાશરણસિંઘ દ્વારા લોમેશને ચેક પર સહી કરવાની સત્તા આપી હતી. તેથી લોમેશ સામે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવે એવી શક્યતા છે. જો તેમ નહીં કરે તો તેમાં વન વિભાગના ટોચના 3 અધિકારીઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે.
પોલીસ આ ગુનાની ઊંડી તપાસ ન કરે તે માટે તેમના પર સચિવાલયથી દબાણ હતું.
આ અંગે પ્રતિપક્ષના અર્જુન મોઢવાડીયા અને અમિત ચાવડાને આ પ્રકરણની ખબર પડી જતાં
સરકારમાં તેનો ફડાટ હતો. પણ પછી અર્જુન મોઢવાડિયા ભાજપમાં જતાં રહ્યાં હતા. તેથી આ પ્રકરણ વિપક્ષ બોલી શક્યો નથી. પણ હવે પછીની વિધાનસભામાં તેની ઊંડી ચર્ચા થાય એવી શક્યતા છે.
ગંગાશરણ પર ચેક આપવાના કૌભાંડમાં બેંક માથી ચેક ગયેલો છે. તો ત્યારે તેમણે પગલાં કેમ ન લીધા તે સવાલના જવાબમાં તેમની સામે પગલાં ભરી શકાય તેમ છે. ગંગાશરણે ચેકનું સ્પોપ પેમેન્ટ કેમ ન કરાવ્યું. બેંકને જાણ કરીને તે પૈસા પરત પણ લઈ શકતા હતા. પણ તેમ ગંગાશરણે કર્યું નથી. મેરેફોમ
સંજય આનંદ અને ગંગાશરણે ચિલ્ડ્રન પાર્ક કૌભાંડમાં સમાધાન કરવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા. નાયબ વનસંરક્ષક ગંગાશરણની કાર્યશૈલી જોતાં કોઈપણ કામગીરીમાં સાબિતી વગરનો ગુનો કરવાના માસ્ટરમાઈન્ડ હોવાના સવાલો થઈ રહ્યા છે. GECના ઈન્ચાર્જ ડાયરેક્ટર IFS ગંગાશરણસિંઘ પોતાની કચેરીમાં રૂ. 33 લાખનું બાથરૂમ બનાવ્યું હતું. તેની તપાસનો તેઓ સામનો કરી રહ્યાં છે.
કંપનીના રૂ. 3 કરોડની ડીલના પૈસા કોની પાસે ગયા તે પ્રશ્નનનો ઉત્તર મુકેશ પટેલ શોધી રહ્યાં છે.
સરકારના પૈસાનાં 50 ટકા રકમ ખવાય જતાં હોવાનું માનવામાં આવે છે.