હાલ કોંગ્રેસમાં નારાજગીનુ મોજું ફરી વળ્યું છે ચૂંટણી પહેલા એક બાદ એક નેતાઓની નારાજગી સામે આવતા કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો નોંધાયો છે ચૂંટણીના વર્ષમાં કેટલાક કોંગ્રેસના જુના જોગીઓ કોંગ્રેસનો સાથ છોડી ચુક્યા છે જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદન પાંચ પચ્ચીસ જાય તો કોઇ પાર્ટીને ફરક નથી પડતો તે બાબાત પણ હવે નેતાઓમાં કણાની માફક ખૂંચી છે તાજેતરમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પાર્ટી સામે નારાજગી વ્યકત કરી મોરચો માંડ્યો છે જેમાં હાર્દિક પટેલે થોડાક દિવસ આગાઉ ટ્વીટ કરી પાર્ટીના નેતૃત્વ સામે હૈયાવરાળ ઠાલવી હતી તેમણે કહ્યુ હતુ કે લગ્ન બાદ વનરાજાની જેમ નસબંધી કરાયા છે તેવી હાલત મારી પાર્ટીમાં છે ત્રણ વર્ષ વીતી ચુક્યા છે હોવા છતા કોઇ જવાબદારી સોપવામાં નથી આવી કેટલાક નેતાઓ મને કોંગ્રેસ છોડવા દબાણ કરી રહ્યા છે અને હેરાન કરવામાં આવી રહ્યો છે આ બાબાતે હાઇકમાન્ડ અને રાહુલગાંધીને રજૂઆત કરી છતા મારી કોઇ સંભાળતો નથી તેમણે દિલ્હી જઇ કોંગ્રેસથી છેડા ફાડી દીધો છે.
હાર્દિક પટેલે પત્રકાર પરિષદ સંબોધી ગુજરાત કોંગ્રેસ નેતાગીરી સામે મોરચો માંડ્યો છે તેમણે જણાવ્યુ કે મને કોઇ વ્યકિતગત નહી પણ સ્ટેટ લીડરશિપ સામે વાંધો છે પ્રદેશ કોંગ્રેસમાં નેતાઓ વધારે છે એટલે પ્રશ્નો નિરાકરણનું સમયસર અંત નથી આવતું વિપક્ષને રાજ્યના લોકોના હિત અને ચિંતા કરવાનો હોય છે સ્ટેટ લીડરશિપની જે જવાબાદારી હોય ત્યા કયાકને કયાક વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે સ્ટેટ લીડરશિપ કોઇને કામ કરવા નથી દેતી કામ કરતા લોકોને રોકવામાં આવે છે જે પાર્ટીમાં મતભેદો હોય તો તેની સાથે ચર્ચા કરવી જોઇએ આ દરમિયાન તેમણે ભાજપ તરફી સૂર આલાપી જણાવ્યુ હતુ રાજ્કીય નિર્ણય લેવાની શક્તિ ભાજપમાં વધારે છે ભાજપ હોય કોઇ અન્ય પાર્ટી તેમાંથી કંઇ શીખવાનું હોય હું ભાજપની સારી બાબતોને સ્વીકારું છું, 370ની કલમ હટાવવી, રામમંદિરનું નિર્માણ જેવાં સારાં કામોની પ્રશંસા થવી જોઈએ
એટલે આના પરથી સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ શકે છે પરંતુ હજુ સુધી હાર્દિકે આ બાબાત અંગે કોઇ ફોડ પાડ્યો નથી