કોંગ્રેસે ઉપપ્રમુખ તરીકે 25, મહામંત્રી તરીકે 75, પ્રોટોકોલમાં 5 અને 19 શહેર-જિલ્લા પ્રમુખો મળીને કુલ 124 નવી નિમણૂક જાહેર કરી છે. અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે એક સમયે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર હંગામો કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે કોર્પોરેટર નીરવ બક્ષીને નિમવામાં આવ્યા છે.
કોંગ્રેસમાં વર્ષોથી આજ ચાલતું આવ્યું છે વ્હાલતું રેહશે એમ લાગે છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા નવા હોદેદારો નિયુક્ત કરવામાં આવ્યા છે જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઈ ને પ્રદેશ મહામંત્રી બનાવમાં આવ્યા છે.
ભાજપના કન્વીનર ડો યજ્ઞેશ દવે દ્વારા સોશિયલ મીડિયા માં પોસ્ટ કરતા કોંગ્રસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે…
મોટા ભાઈ પ્રદેશ પ્રમુખ અને નાના ભાઈ પ્રદેશ મહામંત્રી…
આવું તો કોંગ્રેસમાં જ બને..વાહ રે સગાવાદ
અમરત ઠાકોર …જગદીશ ઠાકોર ના સગાભાઇ!!!
😝😝😝😝😝@VtvGujarati @tv9gujarati @BJP4Gujarat @CRPaatil @News18Guj @sandeshnews @GSTV_NEWS @Zee24Kalak @abpasmitatv— Dr.Yagnesh Dave (@yagnesh_dave) March 25, 2022
નોધનીય છે કે જે નેતાઓને જિલ્લા કે શહેર પ્રમુખ તરીકે હટાવ્યા છે તેમને પ્રદેશના માળખામાં સ્થાન આપ્યું છે. જે દાવેદારો હતા તેમને સંગઠનમાં લીધા નથી. જે નેતાઓ ચૂંટણી લડવા માગતા નથી તેમને સંગઠનમાં જવાબદારી આપી છે. જે શહેર-જિલ્લાના નવા પ્રમુખ નિમાયા છે તેમાં અમદાવાદ જિલ્લા, અમદાવાદ શહેર સહિતનાનો સમાવેશ થાય છે.