Weather Update: અમદાવાદ સહિત 10 શહેરોમાં તાપમાન 40 ને પાર, વાવાઝોડા અને કમોસમી વરસાદના વર્તારા
Weather Update ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો થયા બાદ ફરી એકવાર ગરમીની તીવ્રતામાં વધારો થયો છે. સોમવારે અમદાવાદ સહિત રાજ્યના 10 મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ સુધી પહોંચી ગયું હતું. ત્રણ શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને તેથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે આજે અને બુધવારે ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા અને હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી છે. આવા બદલાતા હવામાનને કારણે કેરી સહિત કેટલાક બાગાયતી અને અન્ય પાકોને નુકસાન થવાની શક્યતા છે.
મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાન
મહુવા- 41.4
રાજકોટ-41.1
સુરેન્દ્રનગર – 41.0
વડોદરા – 40.2
કેશોદ-40.2
અમરેલી-40.1
અમદાવાદ – 40.0
ડીસા-40.0
ગાંધીનગર – 40.0
પોરબંદર-40.0
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં ગરમીનું મોજું ફૂંકવાની શક્યતા છે, જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને કેટલીક જગ્યાએ વરસાદ પણ પડી શકે છે. બુધવારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.