રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે જેને ભાજપ –આમ આદમી પાર્ટી પુરજોશમાં તૌયારી કરી રહી છે. થોડાકા દિવસ આગાઉ ગુજરાતના રાજકારણમાં શિક્ષણ મુદ્દે ગરમાવો લાવી દીધો હતો જેના લઇ ભાજપ અને આપ વચ્ચે વાકયુદ્ઘ છેડાયો હતો ગુજરાત કથળેલા શિક્ષણને લઇ દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાત શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો ગુજરાતના શિક્ષણ મંત્રીને ડિબેટ કરવા ખુલ્લો પડકાર ફેંક્યો મનીષા સિસોદિયાએ આ બાબાતે ગુજરાતના શાળાઓની મુલાકાત પણ લીધી હતી અને ઘણી ખામીઓ પણ કાઢી હતી.
બીજી તરફ ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ ટ્વીટ દિલ્હીના એક વિસ્તારનો વિડિયો વાયરલ કર્યુ છે. જેમાં મહિલાઓ પાણી ન મળતા પોતાની વ્યાથ ઠાલવતી જોવા મળે છે,તે અંગે તેમણે ટ્વીટ કરી પાણીનો પ્રશ્નો ઉઠાવ્યો હતો જેના લઇ ફરી એકવાર ભાજપ – આમ આદમી પાર્ટી સામે-સામે આવ્યા છે ,એકબીજાની નિષ્ફળતાઓ ઉજાગર કરી રહ્યા છે.ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે કેજરીવાલ પર પ્રહાર કરતા ખાલિસ્તાની માનસિક્તા વાળા ગણાવ્યા હતા તો બીજી તરફ કેજરીવાલે સી આર પાટીલને પરપ્રાતિયા ગણાવ્યા હતા તેના એકબીજા પર આરોપ-પ્રત્યારોપ મારો ચલાવ્યો છે.
दिल्ली मॉडल॥ pic.twitter.com/wrgFbRWREo
— Harsh Sanghavi (@sanghaviharsh) May 1, 2022
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હી મોડલના નામે પોસ્ટ ટ્વીટ કરી વિડિયો મૂક્યો હતો .
આ આગાઉ અરવિંદ કેજરીવાલે દિલ્હીના શાળાઓની મુલાકાત લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમત્રંણ આપ્યુ હતુ