VHP Bajrang Dal Pays Tribute: VHP-બજરંગદળે પહેલગામના શહીદોને પૃષ્પાંજલિ અર્પી, હિન્દુ વેપારીઓને સહારો આપવાનો સંકેત
VHP Bajrang Dal Pays Tribute: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. આ ઘટનામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. અમદાવાદમાં, ખાસ કરીને ઘાટલોડિયાના પ્રભાત ચોક પર વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પાયે લોકોએ ભાગ લીધો.
બજરંગ દળના ઉપપ્રમુખ હિરેન રબારીએ જણાવ્યું કે, “ખુદાઈના નાપાક પાકિસ્તાનના આતંકવાદીઓએ હિન્દુઓને ટાર્ગેટ કરીને બર્બરતા પૂર્વક હત્યા કરી છે. આ એ સમય છે જ્યારે આપણે એકતા અને હિંમત દાખવવી પડશે.” તેમણે આગામી દિવસોમાં દરેક હિન્દુ વેપારીને એ સંદેશો આપ્યો કે, “હિન્દુઓ પાસેથી જ વસ્તુ ખરીદી કરો અને જો તમારી આસપાસ વિધર્મીની દુકાન આવે તો બજરંગ દળને જાણ કરો.”
વિશાળ સંખ્યામાં લોકોએ, જેમાં વેપારીઓ અને જાહેર જનતા બંનેનો સમાવેશ હતો, આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લીધો. ઘાટલોડિયા વિસ્તારમાં સ્થાનિક વેપારીઓને ‘હિન્દુ દુકાનોથી જ વસ્તુ ખરીદવા’ માટે સંકલ્પ કરવાનો સંદેશ આપવામાં આવ્યો.
નહેરપુરા વિસ્તારમાં પણ વિશાળ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બજરંગ દળના કાર્યકર્તાઓ, નારણપુરા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય અને અન્ય પક્ષના નેતાઓ સામેલ થયા. આ કાર્યક્રમમાં મીણબત્તી જલાવી અને આતંકવાદ અને પાકિસ્તાન વિરૂદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા.
રાજકોટમાં પણ કિસાનપરા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં યુવા મોરચાના કાર્યકરો અને શહેરના ભાજપના નેતાઓ એ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પાકિસ્તાન વિરુદ્ધના નારા લગાવ્યા.
આ કાર્યક્રમોમાં એક નવો સંદેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે તે મુજબ “હિન્દુ દુકાનમાંથી જ વસ્તુઓ ખરીદવી અને વિધર્મીની દુકાનથી દૂર રહેવું” એ આગામી સમયમાં લોકોએ અનિવાર્ય રીતે અનુસરવાનું હોવાનું જણાવાયું હતું.