રાજ્યમાં છેલ્લા બે વર્ષથી હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાની સંખ્યા વધી ગઈ છે. હાલમાં હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમને હળવાશમાં લેવાતાં અકસ્માતના કેસો વધ્યા છે. ત્યારે રાજ્ય પોલીસ દ્વારા તમામ શહેર અને જિલ્લાઓમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેમાં બાઈક ચાલકો હેલ્મેટ કે ફોર વ્હીલર ચલનારા સીટ બેલ્ટ વિના જોવા મળ્યા તો તેમણે એક હજાર રૂપિયા દંડ ચુકવવા માટે તૈયાર રહેવું પડશે. ત્યારે રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કનાણીએ રાજ્યના ગૃહમંત્રીને લેટર લખીને ટ્રાફિકનો દંડ નહી વસૂલવા માટે સૂચવ્યું છે..
તારીખ:- ૦૮/૦૩/૨૦૨૨
વિષય :- હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગ ના કેસો અંગેની ડ્રાઇવ રદ રાખવા બાબત…… pic.twitter.com/jYNuDnb9hP— Kishor Kanani (Kumar) (@ikumarkanani) March 8, 2022