Valsad:વિશ્વપર્યાવરણ દિન નિમિતે શાહ કે. એમ. એસ હાઈસ્કુલ વલસાડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોહતો . જેનો મુખ્ય ઉદ્દેશ “પર્યાવરણ બચાવો ” હતો.જેમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, શ્રી વલસાડ સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી શ્રી દોલતભાઈ દેસાઈ, ભાજપ અગ્રણી શ્રી શશીભાઈ યાદવ,રૂપલબેન, છાયાબેન પટેલ,નયનાબેન પ્રજાપતિ, મલ્કેશભાઈ રાણા,હોકી ખેલાડીઓ,તથા શાળાના આચાર્યા જયશ્રીબેન ભગત તથા સ્ટાફ ઉપાસ્થિત રહી શાળા પરિસર માં વૃક્ષારોપણ કર્યું હતું.
મહાલક્ષ્મી મિત્રમંડળ તરફથી 200 જેટલાં છોડની સેવા મળી હતી.માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવી હતી.કાર્યક્રમના અંતે શાળાના આચાર્યા જયશ્રીબેન ભગત દ્વારા આભારવિધિ બાદ કાર્યક્રમની પુર્ણાહુતી થઈ હતી.