Valsad: પોલીસ બેન્ડે વલસાડના કલ્યાણ બાગ સર્કલ પાસે દેશભક્તિ ગીતોની સુરાવલી રેલાવી વાતાવરણને દેશ ભક્તિમય બનાવ્યું હતું.
Valsad: વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલાની રાહબરી હેઠળ પોલીસ બેન્ડે વલસાડના કલ્યાણ બાગ સર્કલ પાસે દેશભક્તિ ગીતોની સુરાવલી રેલાવી વાતાવરણને દેશ ભક્તિમય બનાવ્યું હતું.
બેન્ડ લીડર એએસઆઈ ભીમસિંઘ પટેલની આગેવાનીમાં
૧૩ કર્મચારીઓની પોલીસ બેન્ડે રાષ્ટ્રધવ્જ લેહરાવતા ‘સારે જહાં સે અચ્છા…’, ‘એ મેરે વતન કે લોગોં..’, સહિત વિવિધ દેશભક્તિ ગીતોએ લોકોમાં ઉત્સાહ જગાડ્યો હતો.
લોકોમાં દેશભકિતની ચેતના જગાવવાના પ્રયાસને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યો હતો.
આ દેશભક્તિ ગીતોને લોકોએ મોટી સંખ્યામાં એકઠાં થઈને માણ્યાં હતાં.વલસાડ પોલીસ તંત્ર દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં તા. ૧૦, ૧૧ અને ૧૨ ઓગસ્ટના રોજ ગુંજન ચાર રસ્તા – વાપી, તિથલ બીચ, આઝાદ ચોક, સરદાર હાઈટ્સ અને હાલર ચાર રસ્તા ખાતે રાષ્ટ્રગીત સુરાવલી કાર્યક્રમો યોજાશે.