Valsad:૨૦૦૪ પછી રેલવે માં ભરતી થયેલ યુવા કર્મચારીઓએ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન નાં લાલ ઝંડા હેઠળ એકઠા થઈ NPS Go BACK ના નારા લગાવ્યા.ઓલ ઈન્ડિયા રેલ્વે મેન્સ ફેડરેશન (AIRF) એ ભારતીય રેલ્વેના તમામ હેડક્વાર્ટર, ડિવિઝનલ ઓફિસ અને વર્કશોપમાં NPS સામે વિરોધ કરવા હાકલ કરી હતી.
આ સંદર્ભમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન ના ડિવિઝનલ સેક્રેટરી
પ્રશાંત કાનડે,એડવાઇઝર પ્રકાશ સાવલકર, ડિવિઝનલ વાઇસ ચેરમેન સંજય સિંહ ના માર્ગદર્શન હેઠળ વેસ્ટર્ન રેલ્વે એમપ્લોઇઝ યુનિયન વલસાડ બ્રાચે ઇલેક્ટ્રિક લોકો શેડ, વલસાડ ખાતે જૂની પેન્શન યોજના (OPS) ને પુનઃ ચાલુ કરવા માટે વીરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં યુવા કર્મચારીઓએ ભાગ લઈ NPS બંધ કરી જૂની પેન્શન યોજના (OPS) ચાલુ કરવા માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શન માં સેક્રેટરી હુસેન બેલીમ, ચેરમેન કિશોર વાણિયા, રોબિનસન જેમ્સ, પ્રસાદ કાજલે, ભરત સોલંકી,લેબીન જેકબ,નરેન્દ્ર રાજપૂત તેમજ મોટી સંખ્યા માં રેલ કર્મચારીઓ જોડાયા હતા.
૧૨ જુલાઈ, ૧૯૬૦ ના રોજ ૫ રૂપિયાની DA વધારાની માગણી કરતી હડતાલ દરમિયાન દાહોદ વર્કશોપ ખાતે WREU ના ૫ સાથી કર્મચારી પોલીસ ગોળીબારમાં શહીદ થયા હતા તેમને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.