Valsad: વલસાડ જિલ્લા કક્ષાનો ખેલમહાકુંભ નારગોલ મુકામે યોજાયો હતો જેમા વોક ટુ ગેધસઁ શ્રીઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિકશાળા નાનીવહીયાળ.તા.ધરમપુરે જુદી જુદી એથ્લેટિક્સ સ્પર્ધા મા ભાગ લઈ નીચે મુજબ ની ચાર સ્પર્ધા મા પ્રથમ ક્રમ અને બે સ્પર્ધામા બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે
અન્ડર 17 વિભાગ
1-200મીટર દોડ બહેનો અને
2-ઉચી કુદ બહેનો
કૃતિકાબહેન બી ગવળી.પ્રથમ ક્રમ
3-લંગળી ફાળ કુદ બહેનો અલિશાબહેનન એન.વરઠા પ્રથમ ક્રમ
4-લંગળી ફાળ કુદ ભાઈઓ
વિશાલકુમાર એમ .ભાવર પ્રથમ ક્રમ
5-800મીટર દોડ બહેનો સંજનાબહેન એલ. માછી. બીજો ક્રમ
6-બરછી ફેક બહેનો
રવીનાબહેન એમ ભગતિયા બીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાનુ ગૌરવ વધાર્યુ છે વિજેતા વિધાર્થીઓ રાજ્ય કક્ષા ના ખેલમહાકુંભ મા ભાગ લેશે
વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી માનનીય ભુસારા સાહેબે શાળાના વિજેતા વિધાર્થીઓ ને પુસ્તક આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા છે સાથે ધોરણ 10અને12ના વિધાર્થીઓ ને બોર્ડ ની પરીક્ષાલક્ષી સુંદર માર્ગદર્શન આપ્યુ હતુ શાળા ના આચાર્ય શ્રી શૈલેશકુમાર આર પટેલે .દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ ના પ્રમુખ સુધાબેન દેસાઈ. મંત્રી દત્તેશભાઇ ભટ્ટ સહમંત્રી કાંતાબેન પટેલ વાલી મંડળ ના પ્રમુખ દિલીપભાઈ પટેલ અને શાળા પરિવારે વિજેતા વિધાર્થીઓ અને વ્યાયામ શિક્ષિકા અમીતાબેન ગામીત ટ્રેનર વિજયકુમાર વાનીને શાળાનુ ગૌરવ વધાડવા બદલ અભિનંદન આપે છે અને રાજ્ય કક્ષા એ વિજેતા થવા શુભકામના અને શુભેચ્છાઓ પાઠવે છે.