Valsad: વલસાડ જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની હપ્તા ખાઉ પદ્ધતિને કારણે માટી ચોર માફીયાઓ બેફામ
- ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના આશીર્વાદને કારણે કપરાડા તાલુકાના ઊંડાણના ગામોમાં બેફામ માટી ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે.
- માટી ચોર ટોળકી એક જ રોયલ્ટી ભરી છે અને આખો દિવસ એક જ રોયલ્ટી પર અસંખ્ય ટ્રકો માટી ચોરી કરી રહ્યા છે તેમજ કેટલાક ગામોમાં માટીચોર ટોળકી રોયલ્ટી પણ ભરતી નથી.
- માટી ચોરી અંગે ફરિયાદ કરવામાં આવે તો અધિકારીઓ દેખાવ કરવા માટે એકાદ વાહન જપ્ત કરી પાછળથી છોડી દેવામાં આવે ના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.
Valsad: વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ વિસ્તારોના ગામડાઓમાં જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની હપ્તા સિસ્ટમને કારણે માટીચોર ટોળકીઓ બેફામ માટી ચોરી કરી રહ્યા છે માટીચોર માફીઆઓ માટી ખનન માટે એક જ વાર રોયલ્ટી લે છે. અને આખો દિવસ એક જ રોયલ્ટી ઉપર અસંખ્ય ટ્રક માટી ચોરી કરી રહ્યા છે ઉપરાંત કેટલા ગામડાઓમાં તો વગર રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદે માટી ઉલેચવાની કામગીરી ચાલી રહી છે ગામડાઓમાં માટી ચોરીની પ્રવૃત્તિઓ થવા બદલ અધિકારીઓની હપ્તા ખાઉ પદ્ધતિ જવાબદાર છે સરકારી બાબુઓની ભ્રષ્ટ નીતિને કારણે સરકારી તિજોરીને વરસે દહાડે કરોડોનું નુકસાન પહોંચી રહ્યું છે.
Valsad: પ્રાપ્ત વિગત અનુસાર કપરાડા તાલુકાના ઊંડા ગામડાઓમાં જિલ્લા ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ગામડાઓમાં ખુલ્લેઆમ માટીચોર માફિયાઓ માટી ચોરી કરી રહ્યા છે જેમાં મોટા પોંઢા, ભાંડાર કચ્છ, જીરવલ, વાજવડ, આંબેટી તેમજ પારડી તાલુકાના ચીવલ ,ધગડમાલ, દહેલી, બાબર સહિત ધરમપુર તાલુકાના ગામો સહિત અન્ય ગામોમાં ગેરકાયદે માટી ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે માટીચોર માફીઆઓ એક જ વાર રોયલ્ટી ભરે છે અને આખો દિવસ એક જ રોયલ્ટી ઉપર અસંખ્ય ટ્રકો ભરી માટી ચોરી કરી રહ્યા છે અને કેટલાક ગામડાઓમાં તો માફિયાઓ રોયલ્ટી પણ ભરતા નથી અને માટી ચોરી કરવાની કામગીરી બે રોકટોક કરી રહ્યા છે.
અધિકારીઓની હપ્તા ખાઉ પદ્ધતિને કારણે માટીચોર ટોળકી સામે ઉઠતી ફરિયાદ
સામે અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને વધુ ફરિયાદ ઉઠે તો સરકાર અને લોકોને દેખાડવા ખાતર અધિકારીઓ સ્થળ ઉપર છાપો મારી એકાદ વાહન જપ્ત કરી કેસ કરે છે અને થોડા સમય બાદ પકડેલા વાહનો છોડી મૂકવામાં આવતા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ગાંધીછાપની માયા માંથી બહાર નીકળે તો માટી ચોરીની એક પણ ટ્રક પસાર થાય નહીં તેમજ માટી ખનન પ્રવૃત્તિ સદંતર બંધ થઈ જાય અને કાયદેસર કામગીરી ચાલે પરંતુ અહીં તો વાડ જ ચીભડા ગળી રહી ત્યાં માટી ચોરી પ્રવૃત્તિને બમણો વેગ મળી રહ્યો છે અને તાલુકાના ઊંડાણના ગામોમાં માટીચોર માફિયાઓ બેફામ માટી ચોરી કરી રહ્યા છે સ્થાનિક અધિકારીઓની હપ્તા ખાઉ પદ્ધતિને કારણે સરકારી તિજોરીને વર્ષે દહાડે કરોડોનું નુકસાન થઈ રહ્યું છે.
માટી ચોરી પ્રવૃત્તિ સામે અધિકારીઓ ફરિયાદ સાંભળતા નથી તો જાગ્રત નાગરિકોએ ફરિયાદ ક્યાં કરવી જેવો યક્ષ પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે