Valsad દોઢ બે વર્ષના અતિવિલંબ બાદ વલસાડ ગુંદલાલ ખેરગામના રાજ્ય ધોરીમાર્ગ ૭૦૧ નું દસ મીટર પહોળો કરવાનું કામ હવે સંપન્ન થવાની તૈયારીમાં છે.મા- મ વિભાગ વલસાડની હદનો ધોબી કુવા (16 કિમી) થી કલવાડા ચોકડી (12)સુધીના પહોળાઈ નું કામ પૂરું થયું છે માત્ર સિલિકોટનું કામ બાકી છે.
કલવાડા ચોકડી ખાતે અતિ વિશાળ ભરચક ચારે દિશામાં વ્યસ્ત રસ્તો હોય અકસ્માતની સંભાવના વર્તાઈ રહી છે. વલસાડ ખેરગામ વચ્ચે તો ભારે સતત 24 કલાક અવરજવર થાય છે હવે રસ્તો ટનાટન બનતા વાહનો બેફામ દોડે છે. ચીખલી ચરી અટગામ કલવાડા રસ્તે પણ અવર જવરમાં ભારે વધારો થયો છે આ રસ્તેથી કલવાડા ઠક્કરવાડા થઈને સીધું રોણવેલ રાબડા જઈ શકાતું હોય અનેક વાહનોની અવરજવર વધી છે. જેમાં અવરોધ માત્ર ઔરંગા નદીના દક્ષિણે 300 મીટરનો એપ્રોચ ભારે બિસ્માર છે, જે વિવાદી છે.
ચારે બાજુની ભરચક અવરજવરના લીધે કલવાડા ચોકડી ખાતે જન સલામતી માટે વર્તુળ બનાવવાની તીવ્ર જરૂરિયાત ઉદ્ભવી છે. બે બાળકો રસ્તો ઓળંગવા મથામણ કરે છે બંને અલગ દિશામાં જોઈને પછી રસ્તો સલામત રીતે ઓળંગે છે પણ અવાજરહિત ઈલેક્ટ્રીક કાર કે સ્કૂટર કે અન્ય વાહન ઝડપી ધસી આવે તો અકસ્માત થઈ શકે. સાથે સાથે ચારે દિશામાં પટ્ટા, ઝેબ્રા ક્રોસિંગ ની પણ જરૂરિયાત છે, જેથી માનવ હેરફેર તે જગ્યાએથી જ થાય. ગુંદલાવ ફાટકથી ધોબી કુવા સુધી રસ્તાની વચ્ચે પણ સફેદ પટ્ટો જરૂરી છે જેથી વાહનો વિરુદ્ધ દિશામાં ના ધસી જાય.