Valsad: ગ્રામ સચિવાલય પારડી સાંઢ પોર ના સરપંચ શ્રી ધર્મેશભાઈ ઉર્ફે ભોલાભાઈ પટેલ દ્વારા માનવ નગર સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર નુ ભરમાન કર્યું મુખ્ય પ્રવેશદ્વારની તકતી નું અનાવરણ કરી ભવ્ય પ્રવેશ દ્વાર લોકાર્પણ સોસાયટીના રહીશોને અર્પણ કર્યું.
સોસાયટીના રહીશોમાં હર્ષ અને ઉલ્લાસ ની લાગણી ફેલાઈ ગઈ હતી કારણ કે આવો ભવ્ય પ્રવેશ દ્વાર આ વિસ્તારમાં ક્યાંય જોવા નથી મળતો.
સોસાયટીના પ્રમુખશ્રી જમનભાઈ જણાવ્યું હતું કે સરપંચ શ્રી ભોળાભાઈ ના સહયોગ વગર આ ગેટ ન બની શક્ય હોય કારણ કે તેઓ કોઇ પણ કામ માટે ના નથી પાડતા જો પૈસાની તકલીફ હોય તો તેઓ સગવડ કરી આપે છે.
સરપંચ શ્રી એ જણાવ્યું હતું કે તેઓએ પ્રવેશ દ્વારનું ઉદઘાટન કર્યું છે આવો ગેટ આ વિસ્તારમાં જોવા મુશ્કેલ છે પ્રમુખશ્રી જમનભાઈ અને સોસાયટીના સભ્યોના સહકારથી જ આ કામ પૂર્ણ થયું છે પંચાયત વતી અમો તેમનો આભાર માનીએ છીએ કોઈપણ જાતના નફા વગર આવો ગેટ કદાચ વલસાડ ખાતે પહેલી વાર બન્યો હશે.
આ પ્રસંગે નગરપાલિકાના કાઉન્સિલર શ્રી ગીરીશભાઈ દેસાઈ સંજયભાઈ ચૌહાણ ડેપ્યુટી સરપંચ નયનાબેન લાડ હરીશભાઈ લાડ તથા પંચાયતના સભ્યોનું સાલ ઉડાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રમુખશ્રી જમનભાઈ તેમજ તેમના ધર્મપત્ની દ્વારા કરવામાં આવ્યું હતું