Valsad: વલસાડમાં જિલ્લાના મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
Valsad ગુજરાત સરકાર અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓ માટે તા. ૨૯/૧૧/૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૯ કલાકે આરએનસી ફ્રી આઈ હોસ્પિટલની બાજુમાં, વલસાડ બ્લડ બેંકના બીજા માળે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
Valsad ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી અને પદ્મશ્રી ડો.યઝદી ઈટાલિયાએ મીડિયા કર્મીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહેલા મીડિયા કર્મીઓને પ્રોત્સાહિત કરતા તેમણે જણાવ્યું કે, મીડિયા કર્મીઓ તેમની રોજબરોજની વ્યસ્ત જિંદગીની વચ્ચે તેમની તંદુરસ્તી પ્રત્યે સજાગ રહે તે હેતુસર ગુજરાત સરકાર અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત શાખા દ્વારા મીડિયા કર્મીઓના હેલ્થ સ્ક્રિનિંગ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. જેમાં બ્લડ ટેસ્ટીંગ, એસજીપીટી, લીપીડ પ્રોફાઈલ, કિડની ફંકશન ટેસ્ટ, યુરિક એસીડ, કેલ્શિયમ, વીટામીન ૧૨, ડાયાબીટીસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો બહોળી સંખ્યામાં મીડિયા કર્મીઓ લાભ લીધો હતો.