Valsad: પારડીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા માસ્ટર ટ્રેનરોની તાલીમ યોજાઈ
Valsad: વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પારડીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી અભિયાન સાથે સંકળાયેલા ટેકનિકલ માસ્ટર ટ્રેનરની તાલીમનું આયોજન કરાયું હતું.
આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી એન પટેલ દ્વારા આવનાર
રવિ ઋતુમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની વિસ્તૃત જાણકારી આપી સાથે સાથે જિલ્લાના દરેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતીની માહિતી પહોંચે તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે રવિ ઋતુ દરમિયાન જિલ્લામાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય તે રીતે કામગીરી કરવા સૂચન કર્યુ હતું. આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકટર વિમલ પટેલ દ્વારા તમામ ટેકનિકલ માસ્ટર ટ્રેનરોને પ્રાકૃતિક ખેતીની તાલીમ માટે આઇ- ખેડૂત પોર્ટલ દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હેઠળ કરવાની થતી કામગીરી અંગે જાણકારી આપી હતી. મોટી સંખ્યામાં ટ્રેનરોએ ભાગ લીધો હતો.