Vadodara boat tragedy: હરણી બોટકાંડ: વડોદરા કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, આરોપીઓની અરજી ફગાવાઈ
Vadodara boat tragedy : હરણી બોટ દુર્ઘટના મામલે નવા વળાંકોની વચ્ચે, વડોદરાની કોર્ટ દ્વારા 15 આરોપીઓની ડિસ્ચાર્જ અરજીને નામંજૂર કરાઈ છે. આરોપીઓએ દલીલ આપી હતી કે તેઓએ કોઇ જ ગુનો કર્યો નથી અને અગાઉથીજ કેસમાંથી મુક્ત કરવામાં આવે.
કેસની સુનાવણી દરમિયાન કોર્ટએ સ્પષ્ટ જણાવ્યું કે જે લોકો આ બોટ ઓપરેશનમાં નફાની ભાગીદારી ધરાવતા હતા, તેઓએ પણ જવાબદારી વહન કરવી પડશે. પરિણામે, આરોપીઓની પૂર્વજામીન જેવી ડિસ્ચાર્જ અરજી માન્ય રાખવામાં આવી નહતી.
દુર્ઘટના દરમિયાન અનેક વિદ્યાર્થીનું મોત થતાં સમગ્ર રાજ્યમાં આઘાત લાગ્યો હતો. હાલ આરોપીઓ લેકઝોન સાથે સંકળાયેલા હોવાના પુરાવા સામે આવ્યા છે, જેના આધારે કોર્ટે તમામ 15 લોકો વિરુદ્ધ કેસ આગળ વધારવાનું ઠરાવ્યું છે.