ઉપલેટા બલરાજ સહાની રોડ ઉપર આવેલા રાધે પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા સંજયભાઇ મથુરદાસ કાછેલા પોતાના પ્રોવિઝન સ્ટોરની સાથો સાથ આવેલ રહેણાંક મકાનમાં અલગ અલગ વેજીટેબલ ઘી તથા તેલી પદાર્થોની ભેળસેળ કરી ઘી બનાવી શુદ્ધ ઘી તરીકે વેચાણ કરતા હોય જેથી સદરહુ જગ્યાએ ઉપરોકત સ્ટાફ તથા પંચો સાથે રેડ કરતાં ભેળસેળ યુક્ત ઘી ત્રણસો કિલો કિંમત રૂપિયા ૭૫૦૦૦/ તથા જુદા જુદા ટીનના ડબલા ઘી ભરેલા કુલ ૧૫૭૩ કિંમત રૂપિયા ૨૫૧૬૮૦/ તથા સોયાબીનના ડબ્બા નંગ દસ કિંમત રૂપિયા ૧૨૭૫૦/ વનસ્પતિ ઘીના ડબ્બા નંગ ૫૪ કિંમત રૂપિયા ૬૦૭૭૫/ તથા ગેસનો ચૂલો એક તથા ગેસ સિલિન્ડર નંગ પાંચ તથા એક લાકડાના હાથા વાળો મોટો તાવી થો તથા ઇલેક્ટ્રિક વજન કાંટો તથા બે ટોપીયા મળી કુલ રુપીયા ૪૦૮૦૦૫/ ના મુદામાલ સાથે મળી આવતા સી.આર.પી.સી.કલમ ૪૧ (૧) ડી મુજબ કાર્યવાહી કરી મુદામાલ કબજે કરી એક આરોપી અટક કરેલ તથા આમાં ઉપલેના ધણા દુકાન દ્વારોના નામો પણ ખુલવાની સંભવનાઓ છે પોલીસ દ્વારા આગળની કાયૅવાહી ચાલુ રાખેલ છે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.