ઉપલેટા તાલુકાના કોલકી ગામની બાજુના મેખાટીંબી ગામ વાળા રસ્તે હરીપર ટીંબા પાસેથી કોલકી સ્મશાન પ્લોટ સોસાયટીમાં મહાદેવના મંદીરમાં સેવા-પૂજા કરતા પુજારીનો મૃત્યુદેહ મળી આવ્યો હતો. ગ્રામજનોને જાણ થતા તેઓએ પોલીસમાં જાણ કરેલ. પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ કરતા કપલકી ગામના રહેવાસી પુજારીનુ નામ દેવજીભાઈ હીરાભાઈ કટારીયા ઉ.વ.45 ગઈકાલ રાત્રે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા ધટના સ્થળે જ મુત્યુ થયેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા તપાસ કરાતા ધટના સ્થળેથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી. લાશને ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડો. નિસર્ગ પટેલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાતા તેમેણે પણ દવાના માધ્યમથી જ મૃત્યુ થયું હોવાનું જણાવેલ. પોલીસ દ્વારા આગળની તપાસ કાર્યવાહી થઈ રહી છે.
https://youtu.be/3iaFhnwlggs