Uka Tarsadia University ઉકા-તરસાડીયા યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના મહુવા તાલુકામાં બારડોલી-મહુવાના સ્ટેટ હાઈવે ર આવેલા તરસાડી ગામ ખાતે આવેલી છે,.તરસાડી ગામ બારડોલીથી લગભગ સાત કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. હાલમાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીના ચેરમેન તરીકે શૈલેષ પટેલ અને પ્રોવોસ્ટ તરીકે ડો.દિનેશ શાહ કાર્યભાળ સંભાળી રહ્યા છે. વિશાળ જમીનનું ક્ષેત્રફળ ધરાવતી આ યુનિવર્સિટી અદ્યતન સાધન સુવિધા, ટેક્નોલોજી સાથે સુસજ્જ છે. આધુનિક રીતે વિશ્વ સાથે હરીફાઈ કરવા માટે શૈક્ષણિક સ્તરને ઉચ્ચતમ શિખરો પર પહોંચાડવા માટે યુનિવર્સિટી હરણફાળ ભરી રહી છે.
હાલમાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં બી. આર્કિટેક્ટ,પીએચ.ડી, પોસ્ટ ગ્રેજ્યુએટ,ગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને સર્ટીફિકેટ કોર્ષ ચાલી રહ્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં બી આર્કિટેક્ટ વિભાગ-BID, કમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજી વિભાગ,રસાયણશાસ્ત્ર વિભાગ અને મેનેજમેન્ટ એન્ડ કોમર્સ વિભાગનું સંચાલન કરવામાં આવે છે.
ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની અગ્રણી સંસ્થાઓમાંની એક એટલે કે. ઉકા તરસાડિયા યુનિવર્સિટી, જે UTU તરીકે જાણીતી યુનિવર્સિટીની સર્વ પ્રથમ સક્ષમતા આધુનિક નવીન, અધ્યયન લક્ષી શિક્ષણ પ્રથાઓ અને સમકાલીન ઉદ્યોગ-વિશિષ્ટ અભ્યાસક્રમમાં રહેલી છે. આ દ્રષ્ટિકોણ થકી યુનિવર્સિટી મજબૂત કોર્પોરેટ ઇન્ટરફેસ દ્વારા સુભગતા ધરાવે છે. સમગ્ર દેશમાં ટોચના સ્તરની સંશોધન સંચાલિત સંસ્થાઓ સાથે આંતરશાખાકીય અને ટ્રાન્સ-ડિસિપ્લિનરી સાયન્સમાં સહયોગી સંશોધન દ્વારા સમર્થિત, રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય અને મજબૂત ઉદ્યોગ જોડાણોનું આ અનોખું એકીકરણ વિશ્વ-વર્ગની પ્રથાઓમાં પ્રતિબિંબિત થાય છે.
હાઈટેક લાયબ્રેરી
યુનિવર્સિટીના વિશાળ પ્રાંગણમાં હાઈટેક અને વેલ ડિઝાઈન કરેલી લાયબ્રેરી બનાવવામાં આવી છે. આ લાયબ્રેરીમાં અંદાજે બે લાખથી પણ વધારે પુસ્તકો, જર્નલ્સ અને અન્ય વિષયોની બૂક્સ ઉપલબ્ધ છે. ખાસ કરીનેયુનિવર્સિટીમાં ચાલતા તમામ પ્રકારના કોર્ષનાં પુસ્તકોનો લાયબ્રેરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ સાહિત્યનો ખજાનો પણ લાબ્રેરીમાં જોવા મળે છે. ઓટોમેટિકલી બૂકને લઈ શકાય છે અને ડ્રોપ પણ કરી શકાય છે. આ માટે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નિદ્યાર્થિનીઓનાં આઈ-કાર્ડમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી યુનિટ આઈડી આપવામાં આવ્યા છે. આના કારણે વિદ્યાર્થીઓ ધરે બેઠા પણ બૂકને આપી અને લઈ શકે છે તેવી ફેસિલિટી ઉભી કરવામાં આવી છે.
યુનિવર્સિટીના રસાયણ વિભાગના ઈન્ચાર્જ ડિરેક્ટર ડો.પરેશ પટેલે જણાવ્યું કે TICS એ વિદ્યાર્થીઓ દ્વારા તેમના અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ-ગ્રેજ્યુએશનને આગળ ધપાવવાની પસંદગીની પસંદગીઓમાંની એક છે જેમ કે B.Sc. (હોન્સ.), ઇન્ટિગ્રેટેડ M.Sc. રસાયણશાસ્ત્ર, અને M.Sc. ઓર્ગેનિક કેમેસ્ટ્રી, M.Sc. ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી, M.Sc. ઔદ્યોગિક રસાયણશાસ્ત્ર, M.Sc. વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્ર, અને પીએચ.ડી. રસાયણશાસ્ત્રની સંલગ્ન વિશેષતાઓમાં. શૈક્ષણિક વર્ષ 2022-23 દરમિયાન, અમે NEP-2020 અને UG અને PG અભ્યાસક્રમો માટે નવો ડિઝાઇન કરેલ અભ્યાસક્રમ અમલમાં મૂક્યો છે, જે વિદ્યાર્થીઓને વધુ પસંદગીઓ પ્રદાન કરવા અને સામાજિક અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને આત્મસાત કરવા માટે મજબૂત ફંડામેન્ટલ્સ સાથે વધુ અનુભવના સિદ્ધાંત પર આધારિત છે.
અદ્યતન મેઈન રિસર્ચ ફેસિલિટી
HPLC-Shimadzu
રોટરી ઇવેપોરેટર હાઇડોલ્ફ-વેપ એક્સપર્ટ
UV-1600 UV-VIS સ્પેક્ટ્રોફોટોમીટર
Tablet Dissolution Apparatus Basket 1916
હોટ સેલ મીની માઇક્રોવેવ ઓવન પાચન રિએક્ટર
Shimadzu સ્પેક્ટ્રોફ્લોરોફોટોમીટર, આરએફ-6000
Bruker ALPHA II કોમ્પેક્ટ FT-IR સ્પેક્ટ્રોમીટર
Shimadzu UV Vis સ્પેક્ટ્રોફોટોમીટર UV-1900i
REMI RIS 24 Plus ઓર્બિટલ શેકિંગ ઇન્ક્યુબેટર
NEYA 16R રેફ્રિજરેટેડ સેન્ટ્રીફ્યુઝ
થર્મો લેબ માઇક્રોબાયોલોજીકલ સેફ્ટી કેબિનેટ
ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં હેતુલક્ષી અભ્યાક્રમો પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે વિવિધ પ્રકારની સુવિધાઓ પણ યુનિવર્સિટ કેમ્પસમાં જ ઉપલબ્ધ કરવામાં આવી છે. સ્ટુડન્ટ માટે લોકરની સુવિધા કરવામાં આવી છે. આધુનિક લેબોરેટરી દ્વારા વૈશ્વિક રીતે શૈક્ષણિક સ્તરે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. યુનિવર્સિટી આધુનિક રીતે નવી ક્ષિતિજો આંબવાની દિશામાં અગ્રેસર બની ચૂકી છે.
યુનિવર્સિટી સંપૂર્ણપણે વાયરલેસ છે. દરેક વસ્તુને ઈનટરનેટથી કનેક્ટ કરવામાં આવી છે. કેમ્પસમાં આવવા અને જવા માટે બસની સુવિધા છે અને હોસ્ટેલ પણ તમામ સુવિધાથી સંપન્ન છે.
સ્પોર્ટ્સમાં તમામ પ્રકારની ફેસિલિટી છે.ઉકા તરસાડીયા યુનિવર્સિટી 120 વીઘા ક્ષેત્રફળને આવરીને બાંધવામાં આવી છે. હાલમાં સાડા આઠ હજાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહ્યા છે.