Surat કુદરતનો કમાલ: સુરતની જોડીયા બહેનોએ MBBSમાં મેળવ્યા એક સરખા માર્કસ, વડોદરાની કોલેજમાં સર્જાયો આ ચમત્કાર
Surat સુરતની જોડિયા બહેનો રીબા અને રાહીન હાફેઝીએ MBBSની ફાઈનલ પરીક્ષામાં એક સમાન ગુણ મેળવ્યા છે. તેઓએ વડોદરાની GMERS મેડિકલ કોલેજમાંથી સમાન ગુણ સાથે MBBS પૂર્ણ કર્યું; બંનેએ 66.8% એટલે 935 ગુણ મેળવ્યા. તેમની માતા ગુલશાદ બાનુએ તેમને એકલા હાથે ઉછેર્યા છે.
રાહીન સર્જરી તરફ ઝુકાવ ધરાવે છે, જ્યારે રીબાને ઈન્ટર્નલ મેડિસીનમાં રસ છે. 24 વર્ષીય બહેનોનું શિક્ષણ અને જીવનના નિર્ણયો હંમેશા સમાન રહ્યા છે. તેમની માતા ગુલશાદ બાનુ એક શિક્ષિકા છે અને તેમણે એકલા હાથે બંનેને ઉછેર્યા છે. બહેનોએ આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ તેઓએ પોતાના ધ્યેયથી હાર માની નહીં. તેમનું લક્ષ્ય તેમના પરિવારની પ્રથમ ડૉક્ટર બનવાનું હતું. કોઈપણ કોચિંગ વિના બંને બહેનોએ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG માં સારું પ્રદર્શન કર્યું. રીબાએ 97 પર્સન્ટાઈલ મેળવ્યા, અને રહીને 97.7 પર્સન્ટાઈલ મેળવ્યા હતા..
અહેવાલ મુજબ, રાહીને કહ્યું કે અમે પરિવારમાં પહેલા ડોક્ટર છીએ. અમારા બહોળા પરિવારમાં, મારા મામા એક ડોક્ટર છે જેમણે અમને મેડિકલ ફેકલ્ટી લેવા માટે પ્રેરણા આપી હતી. નાના હતા ત્યારે પણ પરીક્ષામાં અમે સમાન ગુણ મેળવતા હતા કારણ કે અમે હંમેશા અમારી પરીક્ષાઓની તૈયારી સાથે કરતા હતા.રાહીન કહે છે કે તેમના મામા એક ડોક્ટર છે, અને તેમની પાસેથી પ્રેરણા લઈને મેડિસીનમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું. “બાળપણમાં, અમને લગભગ સમાન ગુણ મળતા હતા કારણ કે અમે હંમેશા સાથે અભ્યાસ કરતા હતા. GMERS માં તેઓ એક જ હોસ્ટેલ રૂમમાં રહેતા હતા અને સાથે જ ક્લાસમાં પણ અભ્યાસ કરતી હતી.
રીબાએ કહ્યું કે તેઓ જામનગર અથવા ભાવનગરની સરકારી મેડિકલ કોલેજોમાં પણ પ્રવેશ મેળવી શક્યા હોત, પરંતુ તેઓ બંને સાથે રહેવા માંગતા હતા. તેથી 2019 માં GMERS પસંદ કર્યું. રીબાએ વધુમાં કહ્યું કે તે સુરતની નજીક પણ હતું. આ ઉપરાંત, આ પહેલી વાર હતું જ્યારે અમે શહેરની બહાર એકલા રહી રહ્યા હતા. બહેનો કહે છે કે તેમને તેમની માતા અને નાના-નાની તરફથી ઘણો ટેકો મળ્યો છે, જેના કારણે તેઓ સફળ થઈ શક્યા છે.
તેમની માતા અને નાના-નાની હંમેશા તેમની સાથે હતા. રહીને કહ્યું કે તેમણે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, પરંતુ તેમની માતા અને નાના-નાની હંમેશા તેમની સાથે રહ્યા છે. રાહીને કહ્યું કે અમે ખુશ છીએ કે અમે તેમનું સ્વપ્ન પૂર્ણ કરી શક્યા. તેમના મતે સરકારી શિષ્યવૃત્તિ અને અન્ય નાણાકીય મદદને કારણે તેમને કોલેજ શિક્ષણ મેળવવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં. રાહીને કહ્યું કે તે સર્જિકલ ક્ષેત્ર જેમ કે પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાન માં જવા માંગે છે, જ્યારે રીબા ઈન્ટર્નલ મેડિસીનમાં જવા માંગે છે. પરંતુ અમે બંને એક જ કોલેજમાં અનુસ્નાતક અભ્યાસ કરવા માંગીએ છીએ. આ બહેનો સિંધી જમાતી સમુદાયની કેટલીક મહિલાઓમાંની એક છે જેમણે તબીબી ડિગ્રી મેળવી છે. તેઓ તેમના સમુદાયના સમર્થન માટે પણ આભારી છે.