જૂનાગઢના વિસાવદરના લાલપુર વેકરીયા નજીક ખાનગી બસ પલટી જતા ત્રણથી વધુના મોત થયા છે. જયારે 20થી 25 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. સાવરકુંડલાથી બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી તે દરમિયાન બસચાલકે નશો કર્યો હતો અને નશાની હાલતમાં સ્ટિયરિંગ પર કાબુ ના રહેતા અકસ્માત સર્જાયો છે. મુસાફરો પણ આક્ષેપ કરી રહ્યા છે કે બસ ચાલક બેદરકારીથી બસ ચલાવી રહ્યો હતો. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા.
