વડોદરા નજીક સેવાસી ખાનપુર પાસે પ્રખ્યાત બિલ્ડર મિહિર પંચાલના કારમાં આગ લાગવાને કારણે તેમનું મોત નિપજ્યું છે. જેમાં ઘણા તર્કવિતર્ક છે. મિહિરના પરિવારજનો દ્વારા મિહિરની હત્યા કરાઇ હોવાનો આક્ષેપ કરાયો છે. બીજી તરફ એફએસએલની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઇ સેમ્પલ એકત્રિત કરી તપાસ શરૂ કરી છે. મિત્ર હોવાના નાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મિહિરના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું.
વડોદરાના નામાંકિત બિલ્ડરો પૈકીના એક મિહિર પંચાલના કારમાં આગ લાગવાથી થયેલા મોતને લઇને ચકચાર મચી ગઈ છે. સેવાસી ખાનપુર પાસે અચાનક જ કારમાં આગ લાગતા મિહિર પંચાલ અંદર જ ફસાઇ ગયા હતા અને કારની અંદર જ તેનું કરૂણ મોત નિપજ્યું. મિલનસાર સ્વભાવના મિહિરના મોત બાદ તેના મિત્રો અને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.
મિહિરના પરિવારજનોએ મિહિરની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આથી એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અધિકારીઓનું પ્રાથમિક તારણ છે. બીજી તરફ મિહિરના મિત્ર હોવાના નાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.