સુરતના PASS ના કન્વીનર અલ્પેશ કથિરીયાને અમદાવાદ કેસમાં જામીન આપવામાં આવ્યા છે, પણ સુરતના કે,માં હજી કોઈ ચુકાદો ન આવતા તેઓ હજી પોલીસ કસ્ટડીમાં છે. આજ રોજ હાર્દિક પટેલ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે અલ્પેશ કથિરિયાની મુલાકાત કરવા માટે આવ્યા હતા, પણ મુલાકાત થઈ ગઈ છે એમ કહીને તેમની અલ્પેશ કથિરિયા સાથે મુલાકાત કતરવા દેવામાં આવી નહોતી.
હાર્દિક પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જેલતંત્ર દ્વારા અમારી સાથે અન્યાય કરવામાં આવા રહ્યો છે. દર મહીને અલ્પેશ કથિરીયા સાથે કરવામાં આવતી મુલાકાતમાં કોઈના કોઈ બહાને મુલાકાત ટાળવામાં આવે છે. આજ રોજ અમે મુલાકાત કરવા ગયા એ પહેલા જ કોઈ મુલાકાત કરી ગયું એવું કહીને અમને પ્રવેશવા દેવામાં આવ્યા નહી. આ પહેલા આગળના મહિને ફોન ખોવાઈ ગયો છે એવું બહાનું કાઢીને મુલાકાત રોકવામાં આવી હતી. જેલતંત્ર દ્વારા સતત મુલાકાત રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.