Valsad:વલસાડમાં ધારાસભ્યની ગ્રાન્ટમાથી વિકાસ કાર્યો કરવાની ભીતરમાં અત્યારથી જ ભ્રષ્ટતંત્રાવાહકો કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે. ગુજરાતીમાં કહેવત છે કે ભેંસ ભાગોળેષ છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ. વલસાડમાં પણ કશુંક એવું ચાલી રહ્યું છે. મતલબ કે ઘારાસભ્ય પોતે પણ ગ્રાંટમાં કોઈક રીતે ખાયકીઓ થાય તેવો મનસુબો રાખી રહ્યા છે કે શું? પોતાની જમીનના ભાવ ઉંચકાઈ જાય તેના માટે ભાજપના કદાવર નેતા દ્વારા નીત નવા નુસ્ખાઓ અપનાવવામાં આવી રહ્યા છે.
વિગતો મુજબ મહત્વની વાત એ છે કે ભાજપના ધારાસભ્યએ પોતાને મળતી સરકારી ગ્રાન્ટ ભાજપનાં જ નેતાને ફાળવી દેતા ભારે હોબાળો મચી ગયો છે. આટલું જ નહીં ભાજપના કદાવર નેતાના ઈશારે સરકારી તંત્ર પણ કૂદકા મારી રહ્યું છે. ધારાસભ્ય અને ભાજપના કદાવર નેતા વચ્ચેની સાંઠગાંઠ વલસાડમાં ભારે ચર્ચાસ્પદ બની જવા પામી છે.
આમ તો વલસાડમાં અનેક વિકાસ કાર્યો ચાલતા હોય છે પણ જ્યારે ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો હોય તો તંત્ર અને ખુદ ધારાસભ્ય દ્વારા યેન કેન રીતે ગજવા ભરો અભિયાન ચલાવી દેવામાં આવે છે. હાલમાં દરેક ધારાસભ્ય દર વર્ષે દોઢ કરોડ રુપિયાની ગ્રાન્ટચ આપવામાં આવે છે. આ ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મત વિસ્તારમાં જાહેર વિકાસ અને સુવિધાના કામોમાં કરવાનો હોય છે. ધારાસભ્યને મળતા દોડ કરોડ રુપિયા ક્યાં ફાળવવા તે નક્કી કરવા માટે ધારાસભ્ય સ્વતંત્ર હોય છે પરંતુ ધારાસભ્યો ગ્રાન્ટ પણ ગજવા ભરો અભિયાન કરવા મંડી પડતા હોવાની ફરિયાદ હવે ઉઠવા પામી રહી છે.
મળતી માહિતી મુજબ વિવિધ વિકાસ કાર્યો અને સામાજિક કાર્યો માટે ધારાસભ્યને ફાળવાતી ગ્રાન્ટમાં સરકારી તંત્રનું પણ મેળાપીપણું હોવાની બૂમ ઉઠી રહી છે. ધારાસભ્ય દ્વારા કરવામાં આવી રહેલી ગ્રાન્ટની ફાળવણીમાં શું કરવાનું હોય છે તે માટે સરકારી તંત્ર દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવતા હોય છે. ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓને અગ્રીમતા આપવાની હોય છે. આવી સ્થિતિમાં વલસાડના ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી હવે શું કરશે તેના પર વલસાડના લોકો મીટ માંડીને બેઠાં છે.