Surat: સુરત જિલ્લાના તાતીથૈયા,કડોદરા,પલસાણામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં ગેરકાયદે બોરવેલ કરી એટલેકે બોરીંગ કરવાનો વેપલો પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ અંગે ડીંડોલાના વકીલ દ્વારા સુરતના કલેક્ટર સહિત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તપાસકર્તા એજન્સીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી પગલા ભરવામાં ન આવતા આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતાં અને સુરતના એડવોકેટ અભિષેક સિંગ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. એડવોકેટ અભિષેક સિંગની ફરિયાદ મુજબ સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પલસાણા તાલુકાના તાતીથૈયા. સ્થિત જય ઇન્ડ્રસ્ટ્રીઝની પાછળના ભાગે આવેલા આશિવાઁદ ઇન્ડસ્ટ્રીઝમાં વિવિધ જગ્યાએ અમુક પ્લોટમાં પ્રોપટી ઉપર બાંધકામ કરી મુખ્યત્વે 25 થી 30 જેટલા પ્લોટોમા બોરીગ કરી આ ગેરકાયદેસર બોરીંગ કરવામાં આવ્યા છે.
પ્લોટ નબંર ૧127 જે પકંજ સિહં રાજેન્દ્ર રાજપુતની માલીકીનું છે,
અને પ્લોટનાં પાછળના ભાગે બોરીગ છે અને કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદેસર બોરીગ કરી જમીનમાં પાઇપલાઇનનું નેટવર્ક બિછાવી વિવિધ મીલોમા જમીનની અદંર પાઇપલાઇન દ્વારા ગેરકાયદેસર પાણીનો ધંધો કરતા કરવામાં આવી રહ્યો છે.
તેમની ફરિયાદ મુજબ ઘણા વર્ષોથી આ ગેરકાયદેસર બોરીંગ કરી જમીનની અદંર અંડર-ગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી વિવિધ મીલોમાં પાણી સપ્લાય કરવાનું ગેરકાયદે કામ ખુબ લાંબા સમયથી ચાલી રહ્યું છે. અગાઉ અલગ-અલગ વિભાગોમાં અરજી કરવામાં આવી હોવા છતાં કોઇ અધિકારીઓ દ્રારા નકકર પગલા લેવામા આવ્યા નથી. આ લોકો અંગે તપાસ કરવામાં આવશે તો તાતીથૈયા,કડોદરા,પલસાણામાં વિવિધ જગ્યા ઉપર આવી જ રીતે અનેક જગ્યાઓ ઉપર ગેરકાયદેસર બોરીગ કરી અથવા ટેંકર દ્વારા ઇન્ડ્રીસ્ટ્રીયલ મીલોમાં મોટાપાએ ઔદ્યોગિક એકમોને પુરું પાડવામાં આવે છે. આમ અગાઉ પણ વિવિધ વિભાગોમાં અરજી કરી હતી અને આ બંધ કરવામાં આવ્યું હતું અને કાયદેસરના પગલાઓ લેવામા આવ્યા હતા.
અરજદારની ફરિયાદ પ્રમાણે સિયાઇ વિભાગ દ્વારા અને R & B વિભાગ દ્વારા.
પણ કાયદેસરના પગલા લેવામાં આવ્યા હતા પણ અને ફરીથી આ તમામ લોકો દ્વારા બીજી જગ્યાએ આ જ પ્રકારનો ગેરકાયદેસરનો ધંધો ચાલુ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે અને સાથે ફોટો પણ આપ્યા છે.
ફરિયાદ મુજબ અમુક પ્લોટમાં પ્રોપર્ટી ઉપર બાંધકામ કરીને પણ આ અંદરો અદંર બોરીંગ કરી મશીન વડે પાઇપ લાઈન નાખી આ કારસ્તાન કરવામાં આવે છે. આ લોકો દ્વારા પલસાણા વિસ્તારમાં વિવિધ જગ્યાઓ ઉપર 40 થી 50 જેટલી જગ્યાએ બોરીંગ કરી વિવિધ મીલોમાં પાણી પહોચાડવા માટે ગેરકાયદે આ સમગ્ર ધંધો કરી રહ્યા છે.આ લોકો દ્વારા 2013- 2014થી ગેરકાયદે રીતે પાણીનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત આ લોકોની ઓળખાણ છેક ઉપર સુધી હોવાથી અને અધિકારીઓ સાથે સારા સબંધ હોવાના કારણે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવું લાગી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે અધિકારીઓની તપાસ કરવામા આવે તો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેવી સમભાવના રહેલી જોવા મળી રહી છે. આ લોકો દ્વારા પાડેસરા વિસ્તારમાં સચીન વિસ્તારમાં પણ આવી જ રીતે ગેરકાયદેસર ધંધો કરી રહ્યા છે અને અત્યારે પણ કરે છે. અને સચીન વિસ્તારથી ટેન્કરો ભરીને પલસાણા અને તેની આસપાસની મીલોમાં ગેરકાયદે પાણી પહોચાણવાનું કામ ચાલુ છે.
એડવોકેટ અભિષેકસિંગે ફરિયાદમાં જણાવ્યું છે કે૨૫/૦૧/૨૦૨૨નાં રોજ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઑથોરિટી (CGWA),
સુરતના કલેક્ટર,મિનીસ્ટ્રી ઓફ જલ શક્તિને કરવામાં આવી છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA) એ એનવાર્યમેન્ટ પ્રોટેકશન એકટ,1986 હેઠળ દેશમાં ભુગર્ભજળના નિયમન અને નિયંત્રણની ભુમિકા નિભાવે છે અને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીનું NOC પ્રમાણપત્ર મેળવવુ ફરજિયાત છે. તેમ છતા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીનું NOC પ્રમાણપત્ર લીધા વિના ગેરકાયદેસર બોરીંગ કરી જમીનની અદંર અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી મીલોમા પાણીનો ધંધો કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ પારડીવાલા અને જસ્ટીસ વૈભવી નાણાવટીએ 02/07/2021ના રોજ જજમેન્ટ આપ્યું હતું કે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA) ની મજુરી મેળવવુ ફરજીયાત છે. આ તમામ બાબતોને ધ્યાને લઈને મુખ્ય સુત્રધાર પંકજસિંહ રાજેન્દ્રસિંહ રાજપુત સહિત ચાર થી પાંચ જણા સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમણે માંગ કરી છે.