Surat: સુરતમાં શિક્ષણ માફિયઓ શિક્ષણ રાજ્ય પ્રધાનના શહેર સુરતમાં બોગસ શાળા, બોગસ વિદ્યાર્થિઓ, બોગસ શાળા, બોગસ હાજરી પત્રક, શાળા છોડ્યાનું બોગસ પ્રમાણપત્ર વેચતાં હતા. તેની સામે 24 જુન 2024માં લોકોએ ફરિયાદ કરી તેને લગભગ એક મહિનો થવા આવ્યો છે. છતાં તેમની સામે ફરિયાદ કરવામાં આવી નથી.
સુરત કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરીયા ગુજરાત સરકારના રાજ્ય શિક્ષણ પ્રધાન છે. તેઓ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના પ્રધાન હોવા છતાં સુરતમાં આવી ખરાબ સ્થિતિ છે. વળી, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સુરતના છે છતાં શિક્ષણ માફિયા સામે ફરિયાદ લેવામાં આવી નથી.
કેન્દ્રીય મોદી સરકારના જળ પ્રધાન અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરતના છે. છતાં શિક્ષણ માફિયાઓ મનમાની કરી રહ્યાં છે.
જોલવા ગામમાં જ્ઞાન ભાસ્કર અને ડોન બોસ્કો શાળા બોગસ મળી આવી છે. સુરતમાં બોગસ શાળા અને બોગસ શાળા છોડ્યાના પ્રમાણપત્રો વેચતી શાળા મળી આવી છે.
જ્ઞાન ભાસ્કર ઇંગ્લિશ એકેડમી અને ડોન બોસ્કો બોગસ શાળા ઊભા કરી એક સંયુક્ત ષડયંત્ર ગોઠવવાનો ગુનો છે. ડોન બોસ્કો સ્કૂલને બોગસ શાળા છોડ્યાના પ્રમાણપત્રો – એલ સી પ્રકરણમાં નોટીસ આપી છે.
સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ લિંબાયત, પ્રતાપ નગર ખાતે આવેલી ડોન બોસ્કો સ્કૂલમાં સર્ચ ઓપરેશન કર્યું અને નોટિસ ફટકારી છે. પણ પગલાં લીધા નથી. તેના માલિક સામે પોલીસ ફરિયાદ કરી નથી.
શાળા સંચાલક વિનય અભય મિશ્રા ફરાર છે. બોગસ એલ સી છાપવા વેચવા બોગસ નાગરિકો ઊભા કરવાનું કૌભાંડ માનવામાં આવે છે. તાલુકા શિક્ષણ અધિકારીએ વિગતો લીક કરી દેતાં શાળા સંચાલકે રેડ પડે તે પહેલા જ વોટ્સએપ દ્વારા બધાને જાણ કરી દીધી હતી.
શાળા પર જ્યારે દરોડો પડ્યો ત્યારે તેનો વિડિયો ઉતારવામાં આવી રહ્યો હતો. વિડીયો ઉતારનારાને ધમકી આપવામાં આવી હતી કે આ વિડિયો જાહેર ન કરતા નહીંતર તમારી સામે ગુનો દાખલ કરીશું.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળા પર રેડ પડે એ પહેલાં શાળા સંચાલક ફરાર થઈ ગયા હતા. તાળા મારી ફરાર થઈ ગયા છે. અમાન્ય સ્કૂલમાં 150 વિદ્યાર્થીઓ ભણે છે. નાનાં બાળકોને રખડતાં મૂકી દીધા છે.
અગાઉ આ શાળાને સીલ કરવામાં આવી હતી. તે સીલ પણ ખુલી ગયા હતા.
જિલ્લા શિક્ષણ અધિકારી કહે છે બોગસ એલ સી જે ડોન બોસ્કો સ્કૂલના છે. એમને નોટિસ આપી છે.
હજુ કોઈ સામે ગુનો દાખલ કરેલ નથી. કોઈ દસ્તાવેજો જપ્ત કરેલ નથી. બોગસ આવક, કાળા નાણાંનો ધંધો, બનાવટી દસ્તાવેજો, બોગસ જી આર, બોગસ શાળા મકાન, ખોટા મેદાન બતાવેલા છે.
મંજુરી વિના શાળા ચલાવતા હતા. ખોટા વર્ગ ઉભા કરીને એફ આર સીની મંજુરી વગર ફી ઉઘરાવે છે. જેમાં ફીની સામે 10 ગણો દંડ થઈ શકે છે. લાખો રૂપિયાનો દંડ થઈ શકે છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોલવા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક જ્ઞાન ભાસ્કર ઇંગ્લિશ શાળા બોગસ હતી.
ગેરકાયદે મકાન
શાળા નામે ગેરકાયદેસર મકાન બાંધેલું છે. ખખડધજ મકાનમાં વિદ્યાર્થીઓને ભણાવે છે. એમના માથે મોત સંકટ ઊભું છે. ભુતિયા બંગલા જેવી જ્ઞાન ભાસ્કર શાળાના ફરાર સંચાલક મિશ્રા સામે પોલીસે ગુનો નોધ્યો નથી.
છાપકામ
શાળાને લગતા બોગસ દસ્તાવેજ છાપનાર છાપાવનાર સામે ખોટા દસ્તાવેજનો ગુનો નોંધી શકાય તેમ છે. બોગસ સાહિત્ય છાપીને લોકોને છેતરે છે.
પુરાવાનો નાશ કરવા વાલીઓ પર દબાણ કરેલા છે. બોગસ માણસો રાખી બાળકોને છેતરે છે. જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલે તપાસ કરી હતી.
વિદ્યાર્થીઓને વોટ્સએપ મેસેજથી સ્કૂલમાં બે ત્રણ દિવસ રજા રહેશે એવો મેસેજ પસાર કરી શાળા બંધ કરી ફરાર થઈ ગયા હતા. હપ્તા રાજનો મોટો પુરાવો છે.
ઊંડી તપાસ થાય તો સુરત જિલ્લાની અનેક શાળાઓ અને શાળાઓનાં ઠગનો નકાબ ઉતરી શકે તેમ છે.
આ શાળાના કહેવાતા ટ્રસ્ટી શાળા, એલ સીનો ધંધો કરતા ઝડપાયા છે.
નવાગામ ડિંડોલી, લિંબાયત, રાંદેર અને કડોદરા વિસ્તારની અનેક સ્કૂલો જ્ઞાન ભાસ્કર ઇંગ્લિશ શાળા સાથે બેનંબરી ભાગીદારીમાં ભૂતિયા વર્ગ, વિદ્યાર્થિઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળા ચલાવે છે એવુ તાલુકા પ્રાથમિક શિક્ષણ અઘિકારીઓ ઓફ કેમેરા ઓન મોબાઈલ કબૂલ કરેલું છે.
શાળા સંચાલક મંડળના પદાધિકારીઓ ખુદ આવા ભૂતિયા એલ સી, ભૂતિયા વર્ગ શાળાઓથી પરેશાન છે.
તમામ શાળાઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં નવા પ્રવેશના આધાર, એલ સી તપાસ કરવા આદેશ અપાશે.
સરકારી શાળા છોડ્યાના બોગસ પ્રમાણ પત્ર વેચે છે.
સુરત
આ અગાઉ સુરતમાં શાળા શરૂ કરવા માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીમાં જમીનના બોગસ દસ્તાવેજો રજુ કરનાર ત્રણ વર્ષથી ફરાર આરોપી પકડાયો હતો.
સુરતની કડોદરા વિદ્યાલયમાં નોકરી કરતો મેહુલ હિંમત કાનપરિયા રહે, 74 નીલકંઠ રેસિડેન્સી કામરેજ સુરત ફરાર થઈ ગયો હતો.
રાજકોટ
11 દિવસ પહેલા રાજકોટના પીપળીયામાં 2019થી દુકાનોમાં ચાલતા બોગસ ગૌરી પ્રિ-પ્રાયમરી શાળા ઝડપાઈ હતી. દુકાનના શટર વાળી શાળામાં 33 વિદ્યાર્થીઓ ભણતા હતા. પોલીસે આ નકલી શાળા ચલાવતા એક મહિલા અને પુરુષને ઝડપી લીધા છે. 5 વર્ષથી 1 થી 10 ધોરણ સુધી ભણાવ્યા હતા.
7 શાળા છોડ્યાના પ્રમાણપત્રો અને બોગસ પરિણામ પત્રક પણ મળી આવ્યા હતા.
બોગસ શાળાના વિદ્યાર્થીઓનો સરકારી શાળામાં પ્રવેશ અપાયો હતો. રાજકોટ શહેરની 6 ખાનગી શાળાઓ સાથે તેનું કૌભાંડ થયું હતું. સંચાલક દંપતી સામે થવાની હતી.
રાજ્યમાં પેપર લીક થવા, બોગસ પ્રમાણપત્ર બનાવવા જેવી અનેક બાબતો આમ બનતી હોય તેવું લાગી રહ્યું છે. અધિકારીઓના નાક નીચેથી અમુક વચેટિયાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે.
સુરત શહેરમાં વીર નર્મદ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા ગંભીર આરોપ સાથે પુરાવા ભેગા કરવામાં આવ્યા હતા. B.C.A., B.B.A., M.B.A., B.Sc. IT અને Diploma Engineering ના કોર્સમાં અને પરીક્ષા સહિત પ્રમાણપત્રમાં કૌભાંડ ચાલી રહ્યું છે.
મોટા પ્રમાણમાં બોગસ પ્રવેશ અપાયા છે.
પુણા નજીક આવેલી ક્રિએટીવ, સનરાઈઝ અને અન્ય બોગસ સ્ટડી સેન્ટરો આ ગોખ ધંધા કરે છે.
બસોમાં ભરીને વિદ્યાર્થીઓને ગાંધીનગર સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન નામની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લઈ જવાયા હતા. જ્યાં પરીક્ષા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પાસ કરી ડિગ્રી આપવાનું ચાલતું કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે.
ગુજરાતમાં 108 યુનિવર્સિટીઓ થઈ છે.
પાંચ વર્ષમાં દેશમાં 140 ખાનગી યુનિવર્સિટી બની છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ 28 ખાનગી યુનિવર્સિટીઓ બની છે. જેમાં ઘણી આવા ગોરખધંધા કરી રહી છે.
કચ્છમાં
અંજાર તાલુકાના વરસામેડી ગામમાં કોઈ પણ જાતની મંજૂરી વિના પ્રિ-પ્રાઇમરી સ્કૂલ ચાલતી હતી. રેડ મારી હતી. સંચાલક મુકેશ ડોંગરાએ દસ્તાવેજો રજુ કર્યા ન હતા.
ભાવનગર
ભાવનગરના બુધેલ ગામે ચાણક્ય વિદ્યા સંકુલ નામની શાળા બોગસ મળી હતી. શાળાના ટ્રસ્ટીઓ રાજકીય વગ ધરાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
વેરાવળ
ગીર સોમનાથ જિલ્લામાં ફાયર સેફ્ટીની તપાસ કરતાં ગેરકાયદે શાળા મળી આવી હતી.
રહેણાંક વિસ્તારમાં ટેનામેન્ટ મકાનમાં યુનિક પ્રાયમરી શાળામાં 250 વિદ્યાર્થીઓ ભણતા હતા.
અરવલી
અરવલીના મોડાસા તાલુકાના ગાજણ ગામે 20 વર્ષથી દિલ્હી ટ્રસ્ટ સંચાલિત સાવન કૃપાલ રુહાની મિશન દ્વારા આશ્રમ કાર્યરત હતો. જેમાં કેટલાક સમયથી દર્શન એકેડેમિકના નામે બોગસ શાળા શરુ કરવામાં આવી હતી.
ડાંગ
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના 10મા ધોરણમાં નાપાસ થતાં 2021માં સુબીર ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રીપીટર તરીકે પ્રવેશ માટે ગઈ હતી. શિક્ષકે વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર પાસ થયેલાનું પ્રમાણપત્ર રૂ. 27 હજારમાં આપવાની લાલચ આપી હતી.
2023માં ધોરણ 12માં બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરતા તે વિદ્યાર્થિનીની ધોરણ 10ની ગુણ પત્રક બોગસ જણાઈ હતી.
અંકલેશ્વર
અંકલેશ્વરમાં શાળા-કોલેજમાં અભ્યાસ ન કર્યો હોય છતાં તેમને ગ્રેજ્યુએટ બનાવી આપતો એક ઠગ પકડાયો હતો.
2018માં રાજકોટ અને વડોદરાના શખ્સોની ધરપકડ કરી હતી. મિતેશ ઘનશ્યામ પટેલ ફરાર થઇ ગયો હતો અને છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો.
અમદાવાદ
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકા પાલડી કાંકજ ગામમાં ધોરણ એકથી પાંચના અભ્યાસક્રમની પરવાનગી મળી ન હોવા છંતા વિદ્યાર્થીઓના પ્રવેશ ગેરકાયદેસર અપાયા હતા.
છેતરપિંડી, બનાવટી દસ્તાવેજોનો ગુનો બને છે.
શારદા શિક્ષણ તીર્થ પ્રાથમિક શાળાના સંદીપ ગૌતમ બ્રહ્યભટ્ટે 26 બાળકોને પ્રવેશ આપીને વિદ્યાર્થી દીઠ 11 હજારની ફી ઉધરાવી હતી.
સરકારી શાળાના આચાર્ય જીગ્નેશ સથવારાની મિલીભગત હતી. આ વિદ્યાર્થીઓની પરીક્ષા શારદા શિક્ષણ તીર્થ પ્રાથમિક શાળામાં લેવામાં આવતી હતી. પરિણામ પણ બનાવટી તૈયાર કરવામાં આવતા હતા.
નકલી ટોલનાકા, નકલી પોલીસો, નકલી કોલ લેટર, નકલી વિંગ કમાન્ડર, નકલી, ગુજરાતના પાંચ સનદી અધિકારીઓ ખોટા પ્રમાણપત્રોના આધારે બોગસ ભરતી કરી હોવાનો આરોપ છે.
ભારતમાં 48 ટકા પરિવારો એવા છે કે જે હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ પરિવારોની આવક પહેલા કરતાં ઘટી છે અને તેને કારણે તેમની બચત પણ ઘટી છે.
દેશમાં શિક્ષણ-રોટી-કપડા-મકાન-વીજળી-વાહનવ્યવહાર મોંઘા થઈ રહ્યા છે.
ઘરેલુ બચત દર અગાઉ જે 2021માં 22.7 ટકા હતો તે હવે 2023માં ઘટીને 18.4 ટકા થઈ જવા પામ્યો છે.
50 હજાર બોગસ પ્રમાણપત્રો
હવે શિક્ષણ પણ વેચાતું બની ગયું છે. પોલીસે 40 એજન્ટો ઝડપાયા છે. દેશભરમાં તેઓ 50 હજાર ગેરકાયદેસર માર્કશીટ, પ્રમાણપત્ર અને શાળા બોર્ડ રિઝલ્ટ વહેચી ચુકયા છે. તદન સાચા જેવા જ લાગે છે. બોગસ પ્રમાણપત્રફીકેટથી ખાનગી તેમજ સરકારી વિભાગમાં નોકરી મેળવી ચુકયા છે. આ ગેંગના ત્રણ લોકો પંકજ અરોરા, પવિતર સિંહ અને ગોપાલ ક્રિષ્ન ઝડપાયા છે.