Surat: અમેરિકામાં વૃદ્વ દંપતિની જમીન પચાવી પાડવાના મામલે 3 વ્યક્તિઓની ધરપકડ કરતું ઈકો સેલ
Surat: સુરતમાં એનઆરઆઈ વૃદ્ધનો વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરનારા અને સુરત શહેરની હદમાં આવેલી જમીન હડપવાના ગુનાની ગંભીર ઘટના બહાર આવી છે. આ કેસમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી બોગસ પાવર ઓફ એટની દ્વારા કરોડો રૂપિયા વહેવારો કર્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા ક્રાઈમ બ્રાન્ચ ઇકોસેલે તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.
ફરિયાદી 82 વર્ષીય ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ
જે આ વખતે અમેરિકાના નિવાસી છે તેમને જણાવ્યું છે કે તેમની મગોબ ખાતે બ્લોક નંબર ચાર પૈકીના બે પ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવી બોગસ રસીદો અને પાવર ઓફ એર્ટનીનો ઉપયોગ કરી વ્યવહાર કરવામાં આવ્યા છે. આ આરોપીઓએ ફરિયાદીને આ જમીનનું વેચાણ દસ્તાવેજો રજિસ્ટર કરાવ્યા અને ખોટી રીતે તેમની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો છે આરોપીઓએ ફરિયાદીની જાન બહાર દસ્તાવેજો પર ખોટી રીતે સહયોગ કરાવી હતી અને ખોટા કાગરો રજીસ્ટર કરાવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ એફવાય દાખલમાં સુરત ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 406 4065 467 468 471 અને 1202 અને 34 નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં ભરત મનુ કોલડીયા,
પુલ મોહન કાકડીયા અને સંજય વલ્લભ માંગુકિયાનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં નાનજીભાઈ સતાણીની તબિયત બગડવાથી તેમને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
જોકે ઇકો સેલ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક હજુ તપાસ ચલાવી રહ્યા છે અને હજુ કેટલાક લોકોના નામ બહાર આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.