Surat: હીરાની મંદીથી હાહાકાર, વેપારીઓએ ઘંટીઓ વેચવા કાઢી, ભંગારના ગોડાઉનમાં ઘંટીઓનો ખડકલો
Surat: સુરતના હીરા ઉદ્યોગમાં કટોકટી વધુ ઘેરી બની જવા પામી છે. દિવાળી પછી મોટાભાગના યુનિટો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. નાના વેપારીઓ માટે ટક્વું મુશ્કેલ જ નહીં પરંતુ અસંભવ બની જવાની સ્થિતિ હાલ સર્જાઈ છે. મંદીના કારણે હાહાકાર સર્જાઈ જવાની વારો આવતા નાના કારખાનાના વેપારીઓ ઘંટી વેચવા કાઢી છે.
Surat: સુરતના વરાછા કતારગામ સહિત ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા લાગેલા જોવા મળી રહ્યા છે. સ્ક્રેપનો વેપાર કરતા વેપારીના ગોડાઉનમાં જૂની ઘંટીઓનો ખડકલો જોવા મળી રહ્યો છે.
મોટાભાગે જેમના ખાતા ભાડા પર છે
તેવા વેપારી ઘંટીઓ વેચી રહ્યા છે સ્ક્રેપમાં ઘંટીનું લે-વેચ કરતા વેપારી પાસે છ મહિનાથી ઘંટી ખરીદવા પણ કોઈ આવતું નથી. ભંગારના વેપારી પાસે માત્ર હીરા વેપારીઓ ઘંટીઓનું વેચાણ કરવા આવે છે સ્ક્રેપના વેપારીઓ પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી ગયો છે. અંદાજે સાડા ત્રણ હજારથી વધુ હીરા ઘંટીઓ સ્ક્રેપ ધકેલાઈ જવા પામી છે.
આંકડાકીય રીતે જોઈએ તો 2023-24માં ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ 15% ઘટીને $32.02 બિલિયન (₹2.63 લાખ કરોડ) થઈ છે. ગ્રોસ આયાત પણ 2023-24માં ઘટીને $22.27 બિલિયન (₹1.83 લાખ કરોડ) થઈ હતી, જે 14% ઘટી હતી.
GJEPC અનુસાર નાણાકીય વર્ષ 24 માં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ
27.58% ઘટીને $15.97 બિલિયન (₹1.31 લાખ કરોડ) થઈ હતી, જ્યારે કટ અને પોલિશ્ડ હીરાની આયાતમાં તીવ્ર 46.12% નો વધારો જોવા મળ્યો હતો, જે $1.91 બિલિયન (₹15,700 કરોડ) સુધી પહોંચ્યો હતો. નિર્ણાયક કાચા માલ એવા રફ હીરાની આયાત 17.85% ઘટીને $14.27 બિલિયન (₹1.17 લાખ કરોડ) થઈ છે, જે ઉત્પાદન પ્રવૃત્તિમાં મંદી દર્શાવે છે,
આ વર્ષે એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન ભારતમાં જેમ્સ અને જ્વેલરીના વેપારની કુલ નિકાસ $1,6734.07 મિલિયન હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 9.09% નો ઘટાડો દર્શાવે છે. આયાત $11,541.35 મિલિયનને સ્પર્શી ગઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 7.55% નો ઘટાડો દર્શાવે છે.
સુરતનો હીરા પોલિશિંગ ઉદ્યોગ વર્ષ દરમિયાન વિશ્વના લગભગ 85-90% રફ પર પ્રક્રિયા કરે છે, 800,000 થી વધુ લોકોને રોજગારી આપે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષો કામદારો માટે પણ મુશ્કેલ બન્યા છે.
પાછલા અઢી વર્ષમાં હીરા કામદારોની કમાણીમાં 35% થી વધુનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં 45 થી વધુ હીરા કામદારો આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યા છે. આજની તારીખે, સુરતના 8-10 લાખ હીરાના કારીગરોના કુલ વર્કફોર્સમાંથી માત્ર 50% જ કામ મેળવી રહ્યા છે. દિવાળી વેકેશન પછી લગભગ 35-40% કંપનીઓ બંધ રહી છે