Surat સુરતમાં ડ્રોન કેમેરા, CCTVથી બાજ નજર રખાશે, વારંવાર નિયમ ભંગ કરનારાઓના લાઈસન્સ રદ્દ કરાશે, સિવિલમાં હેલ્મેટનું વિતરણ કરતાં પોલીસ કમિશનર
Surat માર્ગ સલામતી અને સુરક્ષા સંદર્ભે સુરત પોલીસ વિભાગ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓને પોલીસ કમિશનરનુપમસિંહ ગેહલોતના હસ્તે 125થી વધુ મહિલા સ્ટાફને હેલ્મેટનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. સુરત શહેરમાં ઠેર ઠેર પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારાઓ વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરી હતી.
Surat આ અવસરે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, હેલ્મેટ એ પોલીસથી બચવા નહી પણ આકસ્મિક અથવા અજાણતાં જોખમો સામે પોતાની અને પરિવારના સભ્યોનું સુરક્ષા કવચ છે. અકસ્માતની દરેક ઘટના બને છે તેમાં મોટા ભાગે હેલ્મેટ ન પહેરવાના કારણે જ ચાલકનું મૃત્યુ થાય છે. CCTV કેમેરા અને ડ્રોન કેમેરાથી બાજ નજર રાખીને હેલ્મેટ ન પહેરનારાઓને ઈ-ચલણ ઈસ્યું કરવામાં આવશે. વારંવાર નિયમ ભંગ કરનારાઓનું લાઈસન્સ રદ્દ તેમજ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને સ્થળ પર જ ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવશે.
શહેરીજનોને નાગરિકોને સલામતી સાથે નિયમો અનુસરવા અનુરોધ કર્યો હતો. નગરજનો પોતાની સમજણથી સુરતમાં ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા થયા છે એમ જ હેલ્મેટ પહેરીને ટુ-વ્હીલર ચલાવશો તો પોલીસ ક્યારેય તમને રોકશે નહીં એમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.
નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, આજથી સુરતમાં Helmet on, Worry gone સાથે સુરત પોલીસની ખાસ ઝુંબેશમાં નવી સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફગણ સહભાગી બન્યા હતા. પોતાના સ્વ-બચાવ માટે હેલ્મેટ ખૂબ જ જરૂરી છે. ટુ-વ્હીલર ચલાવતી વખતે અવશ્ય હેલ્મેટ પહેરવાનો અનુરોધ કરતા તેમણે સુરત પોલીસ દ્વારા નાગરીકોની સુરક્ષા અને સલામતી માટેની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ, ટ્રાફિક DCP અમિતા વાનાણી, મેડિકલ કોલેજ ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, ઈ. સુપ્રિટેન્ડન્ટ ડો.પારૂલ વડગામા, RMO ડો.કેતન નાયક સહિત સિવિલના ડોકટરો, નર્સિગ, સિકયુરીટી સહિતના સ્ટાફગણ, પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત હતા.