Surat: સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા મેગા કોમ્બિંગ, ગજવા સુદ્વાં ચેક કરાયા, હિસ્ટ્રીશિટરોને ચેતવણી,મેન્ટર પ્રોજેક્ટ અમલમાં
Surat સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવણી ,સાથે સાથે ગુનાખોરી અટકાવવા માટે રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય ધ્વરા મેન્ટર પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે તેના આધારે સુરત પોલીસ કમિશનર અનુપમસીહ ગેહલોત એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરત શહેરના દરરોજ અલગ-અલગ નાયબ પોલીસ કમિશનરના ઝોન વિસ્તારમાં સ્થનિક પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યા હતા અને શહેરમાં કોબિગ દરમિયાન કોઈ પણ વ્યક્તિના ગજવા અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે હવે બેથી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રીશિટરોને અલગ અલગ પોલીસ મથકે ભેગા કરીને પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. આ સાથે જ ક્રાઈમની દુનિયા છોડીને સારા રસ્તે જવા માટે સમજ પણ આપવામાં આવી રહી છે.
સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયા થી હત્યા,લૂંટ, ચોરી ,મારમારી અન્ય ગુના
Surat વાઘવા મળ્યા છે જેને અંકુશમાં લેવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમાટે પોતાના તમામ અઘીકારીને ગુનાખોરી અટકાવમાં માટેના સૂચનો આપ્યા હતા જેમાં મોડી સાંજે શહેર પોલીસ કમિશનરની હદમાં તમામ પોલીસ મથકના અધીકારી અને કર્મચારી ને રસ્તા પર ઉતાર્યા હતા તેમાંજ કોઈ વાહન ચાલાક હોય કોઈ વ્યક્તિ હોય તેના ગજવા અને વાહન ચેકિંગ કરવમાં આવ્યા છે સાથે સાથે પ્રજાના જાનમાલને ખતરો મુકતા અને ઘરફોડ ચોરીઓ , લૂંટ , કરવા માટે પંકાયેલા છે , તેવા રીઢા આરોપીઓને ઓળખી કાઢી તેને પોલીસની કાયપદ્ધતિ મુજબ આકરી ચેતવણી આપવામાં આવી હતી.
રીઢા ગુનેગાર આડે સ્પીડ બ્રેકર લાવી તેના પર માનસિક દબાણ ઉભું કરવા રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય ધ્વરા મેન્ટર પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે જેના આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ મેન્ટર પ્રોજેક્ટ હેઠળ કાર્યવાહી કરવમાં આવી છે જેના આધારે અલગ અલગ ઝોન ના નાયબ પોલીસ કમિશનર એ પણ મેન્ટર પ્રોજેક્ટ 2થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રીશિટરોને પોલીસે એક જગ્યા પર હોલમાં ભેગા કરવામાં આવ્યા હતા અને ગુનાઓ ન કરવા અપાઇ ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ આ તમામ હિસ્ટ્રી ચીટરોને સમજ આપવામાં આવી હતી
100 જેટલા હિસ્ટ્રીશીટરને ભેગા કરી ગુનાઓ ન કરવા ચેતવણી અપાઇ
સુરત પોલીસ ઝોન-4 વિસ્તારમાં આવતા પાંડેસરા, ખટોદરા, અલથાણમાંથી 2થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રીશિટરોને પોલીસે એક જગ્યા પર હોલમાં ભેગા કરવામાં આવ્યા હતા. 100 જેટલા હિસ્ટ્રીશીટરને ભેગા કરી ડીસીપી ઝોન-4 વિજયસિંહ ગુર્જર દ્વારા શહેરમાં ગુનાઓ ન કરવા અપાઇ ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ આ તમામ હિસ્ટ્રી ચીટરોને સમજ આપવામાં આવી હતી કે તમે ક્રાઈમ કરો તો તમારા પરિવાર અને અન્ય જે નુકસાન થઈ રહ્યું છે તે શું થાય છે. આ સાથે જ સજાવો અંગે પણ સમજ આપવામાં આવી હતી.
નાયબ કમિશનરઓએ 2થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતાને ચેતવણી આપી
આ દરમિયાન મેન્ટર પ્રોજેક્ટ હેઠળ ગુનેગારનાઓ ન કરવા અપાઇ ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ આ તમામ હિસ્ટ્રી ચીટરોને સમજ આપવામાં આવી હતી કેટલાક ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી ચીટરો દ્વારા પોતાના અનુભવ પણ શેર કરવામાં આવ્યા હતા. ક્રાઈમની દુનિયામાં આવ્યા બાદ ક્રાઈમ કરવાના કારણે શું નુકસાન થઈ રહ્યું છે? તે અંગે પણ જણાવ્યું હતું. કેટલાક આરોપીઓ ક્રાઈમની દુનિયામાં રહેતા અન્ય ગુનેગારોની પણ માહિતી પોલીસ સુધી પહોંચાડી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ડીસીપીએ હવે કોઈ પણ પ્રકારના ગુનાહને અંજામ આપશો તો કડક સજા ભોગવવા તૈયાર રહેજો એવી ચેતવણી આપી હતી.