- મુળ કચ્છના વતની એવા ડાંગ ના એસપી તરીકે રહેલા આઇપીએસની સિદ્ધી બદલ અભિનંદનવર્ષા નિરંતર ચાલુ
GUJRAT : પાટનગર ગાંધીનગર સચિવાલય જિમખાનામાં યોજાયેલ રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગાંધીનગરમાં ઇન્ટેલિજન્સ બ્યુરોમાં એસપી તરીકે ફરજ બજાવતા આઇપીએસ રવિરાજસિંહ એસ.જાડેજા પ્રથમ ક્રમાંક મેળવી યશસ્વી સિદ્ધિ હાંસલ કરી વિજેતા બનતા તેમના વિશાળ શુભેચ્છકો, સિનિયર, જુનિયર અધિકારીઓ, સ્ટાફ દ્વારા અભિનંદનની અવિરત વર્ષા સતત વર્ષી રહી છે.
કેમકે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ સ્પર્ધામાં આ વિજય હાંસલ કરનાર
આ યુવા-આઇપીએસ અધિકારીની આવી અનેરી સિદ્ધિની પાછળ કામની વ્યસ્તતા વચ્ચે ખૂબ જહેમત સાથે શુભેચ્છકોની લાગણીનો સંગમ કારણભૂત છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત યોજાયેલ આ ખેલ મહાકુંભમાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ(40+)માં તેઓ વિજેતા બનવાની ખૂશી પણ પરાકાષ્ઠા પર છે.
દ. ગુજરાતમાં ડાંગ એસપી તરીકે ફરજ બજાવેલી હતી ,મૉટે ભાગે પોલીસ વિભાગમાં કોઈ રમત ગમત હોય તેમાં આઇપીએસ રવિરાજસિંહ એસ.જાડેજા તેમનું નામ નહિ હોય તેવું બન્યું નથી ગુજરાત પોલીસ વિભાગમાં એક સ્પોસ્ટમેન તરીકે ની શાન ગણાય રહ્યા છે. હંમેશ કોઈ પણ પડકાર હોય તે ઝીલવા તૌયાર રહે છે અને એટલે આ ગુજરાત પોલીસ શાન કહેવાય છે.