ગુજરાતનું રાજકારણ આવી ગરમીની મૌસમમાં વધુ આગ ઓગાળે છે, ત્યારે આજકાલ ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે કોણ ઠગ તેની સાબિતીનું વાકયુદ્ધ છેડાયું છે, જે ગુજરાતની જનતા પર નાછૂટકે જોવા સાંભળવા માટે થોપાઈ રહ્યું છે.
પોતાને ઉચ્ચ કક્ષા પરના રાજકારણી ગણાતાં આ નેતાઓ આટલી નિમ્નકક્ષાની રાજનીતિ પર આવી ચૂક્યા છે કે પોતાની વિવેક ભૂલીને જનતાને જ ઠગી રહ્યાં હોય તેવું દેખાય છે.
બે દિવસ પહેલા ભાજપના નેતાએ આપ પાર્ટીના નેતાને દિલ્હીના ઠગ નેતા ગણાવ્યાં, જ્યારે આજે એ જ દિલ્હીના નેતાએ ભાજપના નેતાને મોટા ઠગ ગણાવ્યાં…
પેલા વાત ભાજપની
દેશનું વિકસિત રાજ્ય ગણાતું ગુજરાત અન્ય રાજ્યો કરતાં કેટલીય બાબતોમાં ક્યાંય પાછળ છે તે સ્વીકારવું પડે, ભાજપની સત્તામાં કેટલાય વર્ષોથી વાયબ્રન્ટ ગુજરાત સમિટ lનું આયોજન થાય છે, સમિટમાં દેશી વિદેશી કંપનીઓ સાથે સેંકડો એમઓયું થયા છે, તેમાંથી મોટા ભાગના એમઓયુ વર્ષોથી હજી સુધી માત્ર ચોપડે જ છે, બીજું “સૌ ભણે, સૌ આગળ વધે” થી સરકારે સાક્ષરતા વધારવા માટેના આયોજનો કર્યાં, પણ ગુજરાત સાક્ષરતામાં અન્ય રાજ્યોની સામે ઊભી નથી રહી શકતું, આ નરી સત્યતા છે.
રાજ્યની નાનામાં નાની સરકારી કચેરીથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચારે માંજા મૂકી છે, જેનો ભોગ ગુજરાતની દરેક જનતા કોઈને કોઈ રીતે બની જ છે, ગામડાથી લઈને શહેરો સુધી ભણેલા યુવાનો નોકરી માટે તરસી રહ્યાં છે, છેલ્લે જ્યારે 2017 ની વિધાનસભાની ચુંટણી વખતે સત્તાધારી ભાજપે ગુજરાતની જનતાને જે વાયદાઓ આપેલા.. અત્યારે બીજી ચુંટણી આવી ગઈ છે, તેમના અનેક વાયદાઓ હજી સુધી પૂરા નથી થયા… હવે જનતા નક્કી કરે… કોણ ઠગ? કોણ મહાઠગ ?
હવે વાત આમ આદમી પાર્ટીની
સામાન્ય જનતાની વાત કરતી આમ આદમી પાર્ટીનું સર્જન આકસ્મિક તો નથી જ, તે સમજવું પડશે, અન્ના આંદોલન થયા પહેલા અગાઉથી પ્લાનિંગ કરીને રાજકારણમાં જંપલવવામાં આવ્યું છે, ભ્રષ્ટાચારમાં દબાયેલી તે વખતની કોંગ્રેસ સરકાર સામે જનતાનો દ્વેષ જોઈને લોકોની નસ અરવિંદ કેજરીવાલે પકડીને રાજકારણમાં પ્રવેશ કરેલો.
2010 માં દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે ગંભીર આરોપો લગાડીને દિલ્હીની જનતાને પોતાના વશમાં કરેલાં, ત્યારે અરવિંદ કેજરીવાલે કહેલું કે શીલા દીક્ષિતના ભ્રષ્ટાચારના પુરાવાઓ મારી પાસે છે, જે હજી સુધી સરકાર બની છતાં રજૂ નથી કરાયા.
ચુંટણી સમયે ચપ્પલ પહેરીને સામાન્ય લોકો જેમ દેખાતા અરવિંદ કેજરીવાલે કહેલું હું જીતીશ તો VIP સિક્યુરિટી નહિ લઉં, જ્યારે આજે તેઓ કેન્દ્ર સરકારની Z+ સિક્યુરિટીમાં ફરે છે… આ છે જનતા સામેનો ડહોળ.
અરવિંદ કેજરીવાલમાં જૂઠું બોલવાની કળા અદભુત છે, દેશના એક રાજ્યના મુખ્યમંત્રી થઈને જૂઠું બોલી અને અન્ય નેતાઓને નીચા બતાવે, પરિણામે લોકો તેને હીરો માને, જેની સીધી અસર મતદાન પર પડે.
આ અરવિંદ કેજરીવાલે સામાન્ય લોકોને ભોળવીને દેશના મોટા નેતાઓ વિશે જૂઠું બોલી, જૂઠા આરોપો મૂકીને ત્રણ ત્રણ વાર લેખિતમાં અને સહી સાથે માફી માગેલી છે.
અકાલી દળના નેતા વિક્રમ મજીઠીયા સામે ડ્રગસના ગંભીર આરોપો અરવિંદ કેજરીવાલે લગાવેલાં, ત્યારબાદ લખાણમાં માફી માંગેલી… બીજા બે માફીપત્રો હજી બાકી છે… કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને તેના પુત્ર સામે આરોપો લગાવીને સામાન્ય લોકોમાં પોતે ડાહ્યા બનેલા, બાદમાં લખાણમાં માફી માગવી પડેલી.
છેલ્લે તો દિવંગત અરુણ જેટલીની પણ લખાણ સહી સાથે માફી માંગીને બેશરમ થયેલ… આ છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક… અને પૂર્ણપણે રાજકારણી અરવિંદ કેજરીવાલ…
હવે આ બંનેમાંથી ગુજરાતની જનતા નક્કી કરે… અને ચુંટણી સમયે આવા ઠગી-મહાઠગીઓના ચંગુલ માંથી છૂટે.