Gujarat: સુરત જિલ્લા અને શહેરના ગેરકાયદેસર ઝીંગાના 8 હજાર તળાવો દૂર કરો, ગુજરાતના 1 લાખ હેકટર જમીન પર 40 હજાર ઝીંગા ફાર્મ
અમદાવાદ
Gujarat: સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા 60 ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી 5 હજાર હેક્ટર જમીન પર દબાણ કરી ગેરકાયદેસર રીતે 8 હજાર ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવેલા છે.
આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા ઓલપાડ તાલુકામાં ગેરકાયદેસર અને બિનધિકૃત ઝીંગા તળાવો અન્વયે ૧૬/૨૦૨૦ થી કેસ દાખલ કરવામાં આવેલો હતો.
કલેકટર કચેરી દ્વારા સર્વે કરવામાં આવેલો હતો કે સુરત જિલ્લામાં આવેલા મોટા ભાગના (૮૦ ટકા) તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન ઉપર દબાણ કરી બનાવેલા છે. જે દબાણો આજની તારીખે સ્થળે પર જેમ ના તેમ છે અને ગેરકાયદેસર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃતિ ચાલુ છે.
એન . જી. ટી. માં ૧૬/૨૦૨૦ થી કેસ દાખલ કરવામાં આવેલો હતો. જેના તા ૧૨-૧-૨૦૨૨ના રોજનાં ચુકાદામાં એનજીટીએ ગેર કાયદેસર તળાવો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપેલો હતો.
તેમજ સુરત જિલ્લાના ચોર્યાસી અને મજૂરા તાલુકાના ગેરકાયદેસર તળાવો હટાવવા બાબતે એનજીટીનો ૭-૧૧-૨૦૨૨ના રોજ ચૂકાદો આવેલો હતો. છતાં પણ આજે ઝીંગા ઉછેર પ્રવૃતિ ચાલુ છે.
ઓલપાડ તાલુકામાં ૧૩૪૩.૯ હેક્ટર (૧,૩૪,૩૯,૦૦૦ ચોરસ મીટર).
સુરત શહેરના ચોર્યાસી- મજુરા તાલુકામાં તળાવોની સંખ્યા ૫,૬૪૧ અને વિસ્તાર ૪,૦૩૯ હેક્ટર છે.
ઝીંગા ઉછેરનો સામાન જપ્ત કરેલો હતો અને તળાવોના પાળા તોડવાની કાર્યવાહી કરેલી હતી. જે ભુમાફિયાઓએ ફરી ચાલુ કરી છે. ભાજપના નવસારીના સાંસદ, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્ર સરકારના પાણી ખાતાના પ્રધાન આર પાટીલના મત વિસ્તાર અને ભાજપના 8 સાંસદના વિસનગર અને 41 ધારાસભ્યના મત વિસ્તારમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે.
સીઆરઝેડ વિસ્તારોમાં ઝીંગા તળાવો માટે જમીનો ફાળવેલી છે, તેમાં મહેસૂલ વિભાગ ગેરકાયદેસર ગણતું નથી.
કેન્દ્ર સરકારના કોસ્ટલ એકવાકલ્ચર ઓથોરીટીનું લાઈસન્સ લેવામાં આવેલું નથી.
સરકારે ફાળવેલ થોડા તળવોની લીઝ મુદ્દત પૂર્ણ થઈ ગયેલી છે.
કલેક્ટર સીઆરઝેડ સમિતિ અને એકવાકલ્ચર સમિતિના અધ્યક્ષ છે. ભાજપના નેતાઓના દબાણના કારણે સીઆરઝેડ અધિનિયમનો ભંગ કરી જમીન ફાળવણી હુકમો કરેલા છે. ફિશરીઝ વિભાગ કાયદાકીય અર્થઘટન ખોટું કરતું આવેલું છે.
DCVCL દ્વારા વીજળીના જોડાણ આપવામાં આવેલા છે, તે ખોટા પુરાવોના આધારે આપવામાં આવેલા છે.
ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરી ઝીંગા ના તળાવો બનાવવામાં આવેલા છે. તળાવો ભાડે આપી ભાડું વસૂલ કરે છે.
આવી રહેલ છે.આમ,ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીનનું ગેરકાયદેયર ભાડું વસૂલ કરવામાં આવી રહેલ છે.જેની પણ તપાસ થવી જરૂરી છે.
ચોમાસામાં તંત્ર નોટિસ આપી બેસી જાય છે.
લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવતી નથી.
બેદરકારી દાખવાનાર અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવાની તૈયારી છે.
એમ કોંગ્રેસ મહાસચિવ દર્શનકુમાર એ. નાયકે જણાવ્યું હતું. તેમણે સરકારને 5 હજાર કરોડ રૂપિયાના કૌભાંડની જાણ કરી છે.
માત્ર સુરતમાં જ ઝીંગા કૌભાંડ હોય એવું નથી,
ગુજરાતમાં 1600 કિ.મી.નો દરિયા કિનારાની કુદરતી ભેટ મળેલી છે. તેના પર લૂંટ શરૂ થઈ છે. 1600 કિલોમીટરમાં વાપીથી મોરબી અને કચ્છના જખૌ સુધી ઓછામાં ઓછા 40 હજાર જિંગા ફાર્મ કે તળાવો છે. સરેરાશ એ જિંગા ફાર્મ માટે બે હેક્ટર જમીન હોય છે. તે હિસાબે 80થી 1 લાખ હેક્ટર જમીનનું કૌભાંડ હોઈ શકે છે. દરિયા કાંઠાની ખારી જમીનનો એક હેક્ટરનો ભાવ 1 લાખ રૂપિયા ગણવામાં આવે તો પણ 2023માં 1 લાખ હેક્ટર જમીનની કિંમત રૂ.1 હજાર કરોડ થાય છે.
1 લાખ હેક્ટર જમીનમાં સરકારે મંજૂર કરેલા 3 ટકા જ છે. બાકીના બધા સરકારી જમીન પચાવી પાડી છે. 14 જિલ્લાના 32 તાલુકાના દરિયા કાંઠે જિંગા થાય છે. એક જિલ્લામાં સરેરાશ 3 હજાર હેક્ટરમાં ગેરકાયદે જિંગા પેદા કરવામાં આવે છે. 45છી 50 હજાર હેક્ટરમાં જિંગા પાકતાં હોવાનો અંદાજ આંદોલન કરી રહેલાં લોકોએ સેટેલાઈની સતવીરોના આધારે મૂક્યો છે. આ હિસાબે 45થી 50 હજાર ટન જિંગા વર્ષે પેદા થતાં હોવા જોઈએ. જેમાં સરકારની પચાવી પાડેલી જમીન પર જિંગા ખેડૂ જિંગા ખેતી કરે છે. એક હેક્ટરે 5 લોકોની જરૂર પડે છે. મોટા ભાગના લોકો કોળી અને મુસ્લિમ છે.