Shamlaji: શામળાજીના અંતિમ દર્શન, નેશનલ હાઈવે પર પુલ પરથી કાર પડી, 4ની હ્રદયવિદારક મોત
Shamlaji: રાજ્યમાં અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો
Shamlaji: દેવ દિવાળીના દિવસે શામળાજી દર્શન કરીને પરત આવતા પરિવારને નડ્યો ભયાનક અકસ્માત
મોડાસા, શુક્રવાર
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગડાદર પાસે કાર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. શામળાજી મંદિર દર્શન કરી પરત ફરતા આ દુર્ઘટના ઘટી. આ અકસ્માતમાં એક મહિલા, બે પુરુષ અને એક બાળકીનું દુખદ અવસાન થયું છે.
દેવ દિવાળીના પવિત્ર દિવસે ભક્તો ભગવાનના દર્શન માટે જતા હોય છે, અને આજે એક પરિવાર પણ શામળાજી મંદિરે દર્શન કરીને પરત ફરતો હતો. ત્યારે અરવલ્લી જિલ્લામાં મોડાસાના ગડાદર નજીક નેશનલ હાઈવે પર પુલ પરથી ગાડી ખાબકી ગઈ. ગાડી નીચે ખાબકી ગયા પછી કારનો કુરચો બની ગયો હતો., અને આ દુર્ઘટનામાં પરિવારના તમામ ચાર સભ્યોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા.સ્થાનિક પોલીસને માહિતી મળતા, ટીંટોઇ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી.
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર મોડાસાના ગડાદર નજીક શામળાજી મંદિરે દર્શન કરી પરત આવતી વખતે એક પરિવારે અકસ્માતનો સામનો કર્યો હતો. આ અકસ્માતમાં નેશનલ હાઈવે પર પુલ પરથી 35 ફૂટ નીચે કાર ખાબકી ગઈ, જેના કારણે કારનો સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારમાં સવાર એક જ પરિવારના ચારેય સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
મૃતકોમાં એક મહિલા, બે પુરુષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. ટીંટોઈ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. મૃત્યુ થયેલા લોકોને શામળાજી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મૃતકો નડિયાદ તાલુકાના રહેવાસી હતા.