Rishikesh Patel Review Meeting : ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવતીકાલે આ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રોજેક્ટની સમીક્ષા કરશે
27મી ડિસેમ્બરે, મંત્રી ભાવનગરની સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે અને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નિર્માણ કાર્યની સમીક્ષા કરશે
28મી ડિસેમ્બરે, મંત્રી જૂનાગઢ અને રાજકોટની હોસ્પિટલોના પ્રોજેક્ટ્સ અને સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા માટે બેઠક યોજશે
ભાવનગર, શુક્રવાર
Rishikesh Patel Review Meeting : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 27થી 29 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે જશે. આ દરમિયાન, મંત્રી ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાઓની મુલાકાત લેશે. 27મી ડિસેમ્બરે મંત્રી પહેલીવાર ભાવનગરમાં વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લેશે, ત્યારબાદ તેઓ ભાવનગરની સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે. અહીં, તેઓ તંત્રની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નિર્માણને લઈ ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે.
28મી ડિસેમ્બરે, મંત્રી જૂનાગઢ અને રાજકોટની હોસ્પિટલોમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ્સ અને સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કરશે. આ બેઠકમાં ધારાસભ્યો, પદાધિકારીઓ અને નાગરિકો દ્વારા કરાયેલ રજૂઆતો અને ફરિયાદો પર વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. મંત્રી આ હોસ્પિટલની મુલાકાત પણ લેશે અને તેમની સ્થિતિ, મુખ્ય જરૂરિયાતો અને આવનારી વિકાસ યોજનાઓ વિશે માહિતી મેળવશે.
29મી ડિસેમ્બરે, મંત્રી રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ ઉમિયા માતાજી મંદિર સિદસરના શતાબ્દી મહોત્સવ-2024માં પણ સામેલ થશે.