Surat: સુરતના કેટલાક વિસ્તારના રોડ પર મોટા સર્કલની સાથે રીક્ષાના દબાણને લઈને ટ્રાફિક નિયંત્રણમાં ઘણી સમસ્યા ઊભી થતી હોય છે જેના કારણે જામ લાગી જતો હોય છે તે દૂર કરવાના પ્રયાસ હાલમાં રીક્ષા તેમ અન્ય વાહનો જો ઉભા રહેશે તેની પર કડક પગલાં ભરીને તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
સુરત શહેરમાં ટ્રાફિક સિસ્ટમ અસરકારક બનાવવા સાથે ટ્રાફિક નિયંત્રણ વ્યવસ્થિત રીતે થાય
તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આગામી સમયમાં ટ્રાફિક સિગ્નલ પાસે દબાણ કરીને ઉભા રહેતા વાહન ચાલક અને રીક્ષા ચાલક પર પગલા ભરવાના તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે જેથી કરીને વાહન ચાલકને સરળતાથી દબાણ વગર વાહન ચલાવી શકાય તે માટેના પ્રયાસ હાથધરવામાં આવ્યા છે…
સુરત શહેરને સ્વચ્છ અને સુંદર સાથે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે
ત્યારે શહેરમાં વર્ષોથી ટ્રાફિક સમસ્યા એક જટીલ પ્રશ્નો ઉભો થતો હતો પરંતુ નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરતના ચાર્જ સંભાળતા ની સાથે જ વર્ષોની સમસ્યા પર વિશેષ ધ્યાન આપવા માટે તેમને શહેરના વિવિધ સિગ્નલ પોઇન્ટને આધુનિકરણ સાથે સીસી કેમેરાથી સજ્જત કરી દેવામાં આવ્યા છે અને શહેરીજનોને ટ્રાફિક ના નિયમોને કડક પડે અમલ કરવાનો આદેશ પણ આપ્યો છે જેને લઇને શહેરના વિવિધ રસ્તાઓ પર ઓટોમેટિક સિગ્નલ પોઇન્ટ કાર્યરત થયા છે અને તેનું સંચાલન કંટ્રોલરૂમ ના ઓન ડેસ થઈ રહ્યું છે.
ધીરે ધીરે સુરત શહેરના લોકો ટ્રાફિક પ્રત્યે એવરને આવવા મળી છે
અને હવે મોડી રાતે પણ ટ્રાફિક સિગ્નલો પર લોકો પોતાના વાહનો ઊભા રાખે છે ત્યારે બીજી તરફ કેટલાક એવા સિગ્નલો છે જ્યાં ટ્રાફિક સર્કલ મોટા છે અને સ્પીડ બ્રેકર છે તેને દૂર કરવા માટેની કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવી છે સાથે સાથે સુરત શહેરને ટ્રાફિક સમસ્યામાં સૌથી મોટું સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે તેનો ગેરકાયદેસર દબાણ કરીને ઊભા રહેતા તેમજ રીક્ષા અને અન્ય વાહનોને લઈને ટ્રાફિક જામ થવાની શક્યતા વધુ બને છે ખાસ કરીને સ્ટેશન વિસ્તાર છે કે માર્કેટ વિસ્તાર છે કે અન્ય જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે કબજો જમાવીને બેસેલા રીક્ષા ચાલક પર હવે પોલીસ કમિશનર કડક પગલાં ભરવાનો આદેશ પોતાના ટ્રાફિક અધિકારીઓને આપી દેવામાં આવ્યો છે.
જેથી કરીને રીક્ષા ચાલકોએ પણ ટ્રાફિક નિયમ પાલન કરવાનું રહેશે
અને જો કોઈ ટ્રાફિક નિયમનું પાલન નહીં કરશે તેના વિરુદ્ધ કાયદા દ્વારા પાલન કરવામાં આવશે આ સંદર્ભે સુરત કેટલા વિસ્તારના રૂટ પર પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણ કરીને ઉભેલા રીક્ષા ચાલક પર કડક કાર્યવાહી કરવાના આદેશના પગલે હવે વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યા માંથી થોડી સમસ્યા નિકાલ થાય એવું હાલ દેખાઈ રહ્યું છે આ સંદર્ભે ટ્રાફિક પોલીસ કમિશનર ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરના અમુક વિસ્તારમાં દબાણો સાથે રીક્ષા અને વાહન ચાલક ઉભા રહે છે તેને પર કાર્યવાહી કરવા માટે અમારી ટીમનો સાથે મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસના ટીમને પણ મદદમાં લેવામાં આવી રહી છે