પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળયેલી રેશ્મા પટેલે એક વર્ષ સુધી ભાજપમાં રહ્યા બાદ સૂર બદલવાના શરૂ કર્યા છે. રેશ્મા પટેલની પોસ્ટ વાંચી એવું લાગે છે હવે આ પટલાણી પણ મોહભંગથી પીડાઈ રહી છે અને ભાજપનો સામનો કરવા સજ્જ થઈ રહી છે.
વાયદાઓ આપવામાં માહેર ભાજપ સરકાર પોતાના નેતાઓને પણ વાયદાઓ જ આપે છે તે રેશમા પટેલની પોસ્ટથી પૂરવાર થયું છે. એક વર્ષ પહેલા રેશમા પટેલ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે કેટલીક માગ પૂર્ણ કરવાની શરતે જોડાયા હતા. પરંતુ ભાજપ સરકારે તેમની આ માગ પૂર્ણ ન કરતા તેઓ હવે લડવાના મુડમાં આવી ગયા છે.
રેશમા પટેલ આ નામ એક વર્ષ પહેલા પાટીદાર નેતા તરીકે લેવાતું હતું પરંતુ એક વર્ષ પહેલા એટલે કે 21 ઓક્ટોબર 2017ના રોજ રેશમા પટેલ પર ભાજપનો સિક્કો લાગી ગયો. એટલે કે તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારે એક વર્ષ બાદ હવે રેશમા પટેલે ભાજપ સરકાર સામે બળાપો ઠાલવ્યો છે. રેશમા પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે. જે દર્શાવે છે કે રેશમા પટેલ હવે ભાજપમાં બંડ પોકારવાના મુડમાં છે.