ગઇકાલથી આખા રાજ્યમાં ખળભળાટ મચાવતો લોક રક્ષક-કોન્સ્ટેબલની પેપર લીકના મામલામાં અનેક ખુલાસા થયા છે. જેમાં હાલ સુધીમાં આરોપીઓ યશપાલ સોલંકી, મુકેશ ચૌધરી, મનહર પટેલ, પીએસઆઈ પી. વી. પટેલ, રૂપલ શર્મા અને જયેશની સંડોવણી બહાર આવી છે. જેમાંથી ચાર આરોપીઓ મુકેશ ચૌધરી, મનહર પટેલ, પીએસઆઈ પી. વી. પટેલ અને રૂપલ શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ પ્રશ્નપત્રની સુરક્ષા ખુબ કડક હોય છે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્રો મોટાભાગે અન્ય રાજ્યની ગુપ્ત એજન્સીને પ્રિન્ટ કરવા અપાય છે. ત્યાંથી પેપર પ્રિન્ટ થયા બાદ ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ભરતી બોર્ડના મુખ્ય સ્ટ્રોંગ રૂમમાં સ્ટોર કરવામાં આવે છે. જ્યાં પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હોય છે. ત્યાર બાદ પરીક્ષાના આગળના દિવસે જિલ્લા કક્ષાએ તૈયાર કરેલા સ્ટ્રોંગ રૂમમાં પેપર પહોંચે છે. જ્યાં પણ થ્રિ-લેયર બંદોબસ્ત ગોઠવેલો હોય છે. આ સ્ટ્રોગ રૂમમાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પ્રશ્નપત્ર પહોંચતા કરાય તે ગાડીમાં પણ સરકારે નક્કી કરેલા જવાબદાર અધિકારીઓ અને પોલીસ સાથે હોય છે. એટલુ જ નહી, પ્રશ્નપત્ર જે પ્લાસ્ટિકથી થેલીમાં પેક કરાય છે તે પણ જો ક્યાંથી તૂટેલી હોય તો વર્ગ નિરિક્ષકને તરત ખબર પડી શકે છે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપરની સુરક્ષા માટે જે રીતે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તે જોતા પેપર પ્રિન્ટ થઇ ગયા પછી તે લીક થવું અઘરું છે. આથી પેપર તૈયાર કરનારી પોલિસ ભરતી બોર્ડની ટીમમાંથી કોઇ ફુટેલું ન હોય તો આ પેપર લિક થાય એ શક્ય લાગતું નથી. જોકે પ્રિન્ટ કરનારી એજંસીમાં કોઇ ફુટેલું હોય તો આવું થઇ શકે છે,