Kutch: કચ્છના રણમાં 30 કિલોમીટર નર્મદાના પાણી છોડી દેવાયા
Kutch કચ્છનું રણ સૂર્ય ઉર્જા પાવર સ્ટેશન બનાવવા કેટલીક કંપનીઓને હજારો એકર જમીન આપી દેવા પાણીથી હુમલો અગરીયા પર 5 વર્ષથી કરવામાં આવી રહ્યો છે. 21 ડિસેમ્બર 2024માં ફરી એક વખત પાણીનો ત્રાસવાદ સરકારે ઉભો કરી ગરીબો પર હુમલો કર્યો છે.
Kutch નર્મદા ગુજરાતની જીવાદોરી છે. પીવાનું પાણી, ખેતી, ઉદ્યોગ ત્રણેય ક્ષેત્રમાં નર્મદા યોજનાથી ખૂબ ફાયદો થયો છે. કચ્છ હોય કે કાઠીયાવાડ સૌ કોઈ નર્મદા યોજના પર નિર્ભર છે. ગુજરાતને સરદાર સરોવર ડેમમાં સચવાતા પાણીનો મોટો હિસ્સો મળ્યો છે.પણ આપણને મળેલ પાણીને સાચવી, તેને અસરકારક રીતે વાપરવું તે આપણી માત્ર ફરજ જ નહીં, પણ આપણે માન્ય કરેલી પૂર્વ શરત છે.
દર વર્ષે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીએ માહિનામાં નર્મદા કેનાલમાં ખેતીમાટે છોડવામાં આવતાં પાણીનો મોટો જથ્થો વહીને ખારા રણમાં જઈને વેડફાઇ જાય છે.
અત્યારે કોડઘા રણમાં 30 કિમી થી પણ વધુ અંદર નર્મદાનું પાણી ફેલાયેલું છે. કેટલાક અગર, ઝૂંપડાની ફરતે પાણી છે. આ નર્મદાનું પાણી એમને કઈ કામનું નથી. (એમને પીવા માટે પાણી ટેન્કરથી આવે અથવા મંગાવવું પડે છે.)
સરદાર સરોવર ડેમ, નર્મદા યોજના એક મહા વિશાળ યોજના છે.
આવા મોટા ડેમમાં સચવાયેલા પાણીનું વ્યવસ્થાપન “એક મોટી સમસ્યા” બનતી હોય છે. નર્મદા યોજનાના વિરોધ કરનારની અનેક ચિંતાઓ માંથી આ એક મોટી ચિંતા હતી જે આજે સાચી પુરવાર થઈ રહી છે.
“પાણીની જરૂરિયાત માપી, જાણી, ડિમાન્ડ મુજબ બટનના એક ક્લિક પર પાણી છોડવામાં આવશે.” આ સપનું (આયોજન) દલીલ તરીકે વિરોધીઓ સામે મૂકવામાં આવતી. આજે ખેડૂતો પાણી માટે રાજીકીય દબાણ લાવે એટ્લે પાણી છોડવામાં આવે. જોઈએ તેના કરતાં પણ વધુ છોડવામાં આવે છે. પછી ખેડૂતોને ક્યાં સુધી પિયત કરવાનું છે? એમને જીરાને ત્રણ પાણી પાઇ દીધા પછી એમને પાણીની જરૂર નથી આ બધુ ધ્યાને લીધા વગર પાણી ચાલુ ને ચાલુ જ રહે. પરિણામે રણ માં લાખો ક્યુસેક પાણી વેડફાઇ જાય છે, જે એક “ગુનો ” છે.
નર્મદા, પાણી, પર્યાવરણ માટે આપણને સેજ પણ નિસ્બત હોય તો
આપણે સૌએ આ પાણીના વ્યવસ્થાપન માટે આગળ આવી સરકારને ટેકો કરવો જોઈએ. ખેડૂતોને પાણી જોઈએ અને તે માટે કેનાલમાં, નદી વોકળામાં પાણી છોડવામાં આવશે, પણ પછી વધેલું પાણી રણ કાંધિ પર તળાવ, ચેક ડેમ, કેવી રીતે સાચવી શકાય તે માટે ધારાસભ્યો, મહાજનો, સમાજ સેવકો સૌએ આગળ આવવું પડશે. આ વિડીયોમાં દેખાય તે રીતે દર વર્ષે પાણી વેડફવું આપણ ને પોસાય નહીં…. !!