Praful Pansheriya: પ્રફુલ પાનશેરીયા હવે, નાગાની પાંચશેરી ભારે કરો
- રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયા 60 શિક્ષકો સામે પગલાં ભરીને ભરપુર પ્રસિદ્ધી લીધી
- બિનઅધિકૃત રીતે વિદેશ ગયેલા 60 શિક્ષકોને બરતરફ
અમદાવાદ, 30 નવેમ્બર 2024
Praful Pansheriya 9થી 16 ઓગસ્ટ 2024 દરમિયાન એક સપ્તાહમાં રાજ્યમાં 1039 શિક્ષકો ગેરહાજર હોવાની માહિતી મળી હતી. પૂર્વ મંજૂરી વગર રજા પર ગયેલા શિક્ષકો સામે જવાબ લેવાયા હતા. પુરા રાજ્યમાં 2 હજાર શિક્ષકો આ રીતે નોકરી પર ગેરહાજર રહેતા હોવાનું ત્યારે અનુમાન મુકવામાં આવ્યું હતું. પણ તેમાંથી માત્ર 60 શિક્ષકો સામે જ પગલાં લેવામાં આવ્યા છે. જે શિક્ષણ વિભાગની નિષ્ફળતા માનવામાં આવે છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળાના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. જાણ કર્યા વગર બિનઅધિકૃત રીતે વેપાર અર્થે 33 વખત દુબઈ પ્રવાસે ગયા હતા. સંજય પટેલ UAE ના રેસિડન્સ વિઝા ધરાવે છે. દુબઈમાં બિઝનેસ કરતો હોવાથી વારંવાર માંદગીના બહાને કે અન્ય કારણે દુબઈ જતા હતા.
Praful Pansheriya રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે, સુરતમાં બિનઅધિકૃત રજા પર હોય એવા 2 શિક્ષકો હતા. ભૂતિયા શિક્ષકો કે વિદેશ રહેતા શિક્ષકોને શોધી કાઢવાના અભિયાનમાં 60 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. 40 લાખ વિદ્યાર્થીઓ શાળામાં હોય છે.
ગેરહાજર રહેનારા એક પણ શિક્ષકને સરકાર પગાર નથી ચૂકવતી.
20 ઓગસ્ટ સુધીમાં 9 સામે પગલાં લેવાયા હતા.
ચૌધરી હસ્મીતા ગોવિંદ
જગદીશક કાળીદાસ
પટેલ સોહા ભુપેન્દ્ર
ચૌહાણ જય કનૈયા
પટેલ અનસુયા રણછોડ
શાહ સંગીતા કીર્તિ
પટેલ માલતી હસમુખ
પટેલ શ્રધ્ધા ભરત
પટેલ શીતલ ઘનશ્યામ
બનાસકાંઠા જિલ્લામાં બે શિક્ષક અને સાત શિક્ષિકા મળી નવ શિક્ષકોને એક વર્ષમાં ફરજમાં ગેરહાજર રહેવા બદલ નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. 22 ઓગસ્ટ સુધીમાં 34 શિક્ષકોને નોકરી માંથી બરતરફ કર્યા હતા.
નાગાની પાનશેરી ભારી
ભાજપ સરકારના પૂર્વ નર્મદા પ્રધાન ડો. જયનારાયણ નર્મદાશંકર વ્યાસે એક કહેવત જાહેર કરી હતી. જેમાં તેમણે 2022માં લખ્યું હતું કે, નાગાની પાંચશેરી ભારે નામની ગુજરાતી કહેવતનો અર્થ થાય છે કે, જે માણસ નીતિ નિયમથી ચાલે છે તેને જ તકલીફ પડે છે. શઠ અને નીતિ નિયમને નેવે મૂકી નાગાઈ કરનાર માણસથી સૌ બચીને ચાલે છે. ઘણી બધી વખત આ માણસ પોતાની નિર્લજ્જતા અથવા નાગાઈને કારણે ધાર્યો ફાયદો મેળવે છે. પાંચશેરીનું વજન પાંચ શેર જ થાય પણ વિતંડાવાદ કે કુતર્ક થકી નાગો માણસ પોતાની દલીલ વ્યાજબી ઠરાવવામાં સફળ રહે છે અને પોતાનું કાટલું વધારે વજનનું છે એમ પૂરવાર કરે એ સંયોગોમાં આ કહેવત વપરાય છે.
ટ્યુશન સામે પગલાં ન લેવાયા
1 કરોડ વિદ્યાર્થીઓ ગુજરાતમાં છે. જેમાંથી ઓછામાં ઓછા 50 ટકા ટ્યુશન રાખતાં હોય તો પણ 50 લાખ વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસમાં જાય છે. એક ટ્યુશન ક્લાસમાં સરેરાશ 250 વિદ્યાર્થીઓ હોય છે. તે હિસાબે આખા ગુજરાતમાં 20 હજાર ટ્યુશન ક્લાસ છે.
સરકારી નોકરી કરીને ભણાવતા અને ખાનગી ટ્યૂશન ચલાવતા 104 શિક્ષકો સામે કાર્યવાહી કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામે યાદી રજૂ કરાઈ હતી. જેમાં 104 શિક્ષકોમાં ગાંધીનગરના 21, રાધનપુરના 11, જૂનાગઢના 2, ઈડરના 5 અને મહેસાણાના 65 શિક્ષકો હતા. જેમાં કોઈની સામે સરકારે પગલાં લીધા નથી.
શિક્ષકો
પહેલા બી.એડ.ના શિક્ષક જ આર્થિક તકલીફને કારણે ટ્યુશન કરવા જતા. હવે, સૌથી વધુ એન્જિનિયરો ટ્યુશન કરાવી રહ્યા છે. ઘણા શિક્ષકો પાસે સ્કીલ હોતી નથી. 50 હજાર લોકો ટ્યુશન ક્લાસમાં રોજગારી મેળવે છે. ઉપરાંત, ઘરે ટ્યુશન કરતા હોય એવા 25થી 30 હજાર લોકો છે.
ટ્યુશન ફી
ટ્યૂશનમાં મોકલતા વાલીને પ્રાથમિકમાં વિષય દીઠ એક હજાર રૂપિયા પ્રતિ માસ ચૂકવવા પડે છે. જ્યારે હાઈસ્કૂલમાં આ ભાવ પ્રતિ વિષય રૂ. 1500 પ્રતિ માસ છે. 50 લાખ વિદ્યાર્થીઓની સરેરાશ 12 મહિનાની ફી રૂ. 10 હજાર ગણવામાં આવે તો પણ રૂ. 5થી 10 હજાર કરોડનો ધંધો ચાલે છે.
8.50 લાખ શિક્ષકો
રાજ્યના 8 લાખ 50 હજાર શિક્ષક સહિત કર્મચારીઓ છે. જેમાં 10 ટકા તો ખાનગી ટ્યુશન કરે છે. એ હિસાબે 80 હજાર શિક્ષકો કમાણી કરે છે. સુરેન્દ્રનગર જિલ્લાની 500 સરકારી શાળાઓના શિક્ષકોની હાજરી અંગે અહેવાલ મંગાવવામાં આવ્યા હતા.
શિક્ષકો નથી
રાજ્યમાં લગભગ 12,700 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને લગભગ 33,000 સરકારી પ્રાથમિક શાળાઓ છે. જેમાં, 5,012 જેટલી શાળાઓમાં રમતના મેદાન નથી. જોકે તમામ ગણવામાં આવે તો 10 હજાર શાળાઓ એવી છે કે જેમની પાસે રમવાના મેદાન નથી.
29 જિલ્લાની 43,392 શાળાઓ છે જે પૈકી 33,926 શાળાઓ પાસે જ વિદ્યાર્થીઓ માટે રમત-ગમતના પોતાના મેદાન છે. અમદાવાદની 700 કે 40 ટકા ખાનગી શાળાઓ પાસે રમતનું મેદાન નથી.
1200 ચોરસ મીટરની જગ્યા હોય તેવી શાળાને માન્યતા આપવામાં આવતી હતી, પરંતુ હવે નવા આદેશ પ્રમાણે વિસ્તાર ઘટાડીને 800 ચોરસ મીટર કરવામાં આવ્યો છે.
30 ટકા જગ્યા ખાલી
પ્રાથમિક શાળાઓમાં ધો-આઠમાં મુખ્ય વિષયના શિક્ષકોની 30 ટકા જગ્યા ખાલી હતી. રાજ્યની 700 પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક છે. 70 હજાર શિક્ષકો ઓછા છે. ત્યાં પણ શિક્ષણ ખરાબ થઈ રહ્યું છે.
100નો દંડ કરી શિક્ષકોને જવા દેવાયા
ધો.10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરતાં 6 શિક્ષકો દ્વારા મળવા જોઈએ તેના કરતાં ઓછા ગુણ આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીનગર બોર્ડની કચેરીએ રૂ.100થી 200નો નજીવો દંડ કરીને છોડી મૂકવામાં આવ્યા હતા. 2024માં ગુજરાત બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ સહિત ગુજકેટ માટે માટે કુલ 16,76,739 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
યોગમાં શિક્ષકો નથી
ગુજરાતમાં યોગ શીખવે એવા 10 હજાર શિક્ષકો શાળામાં નથી. ખેલ શીખવે એવા 10 હજાર વ્યાયામ શિક્ષકો નથી. 66 લાખ ખેલાડી ખેલ મહા કુંભ થાય છે. પણ 80 ટકા શાળાઓ પાસે રમતના મેદાન નથી.
ઓલંપીક – ગોલંપીક
રાજ્યની 3 હજારથી વધુ ગ્રાન્ટેડ શાળાઓમાં વ્યાયામના શિક્ષકની જગ્યા ખાલી છે. 2009થી ભરતી જ નથી કરવામાં આવી. તેની સામે સરકાર ગોલમ્પિક માટે અમદાવાદમાં 236 એકરમાં 3 હજાર મકાનોનું એક ગામ મોટેરા પાસે ઉભુ કરવામાં આવશે. 6 સ્પોર્ટસ કોમ્પલેક્ષ મોટેરા પાસે બનવાના છે. 6 હજાર કરોડનું ખર્ચ થવાનું છે. આમ શિક્ષણમાં ખેલ શિક્ષકો આપવા નથી અને ઓલમ્પિકમાં કે ગોલંપીકમાં રૂ. 6 હજાર કરોડ ખર્ચ કરવાની છે.