Porbandar: પોરબંદરમાં ડ્રગ્સનો મહાસાગર, ATS, NCB અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં 500 કિલો ડ્રગ્સ કબજે
Porbandar પોરબંદરના દરિયામાં NCBએ પાર પાડ્યુ સૌથી મોટુ ઓપરેશન
500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત
ઇન્ડિયન નેવી, NCB અને ગુજરાત ATSએ ગત રાત્રિથી સંયુક્ત મિશન ચલાવ્યું
પોરબંદર, શુક્રવાર
Porbandar ના સમુદ્રમાં નશાવિરોધી દળોએ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ઇન્ડિયન નેવી, NCB અને ગુજરાત ATSએ ગત રાત્રિથી સંયુક્ત મિશન ચલાવ્યું, જેમાં 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
Porbandar ના દરિયામાંથી વધુ એક વખત ડ્રગ્સનો મોટા પાયે જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS, NCB અને નેવીની સંયુક્ત ટીમે મધદરિયે મિશન ચલાવી 500 કિલો ડ્રગ્સ કબજે કર્યું છે.દિલ્લી NCBને બાતમી મળી હતી કે પોરબંદરના દરિયામાં એક બોટ મારફતે ડ્રગ્સની હેરફેર થઈ રહી છે. આ માહિતીના આધારે, NCBએ નેવી સાથે સંકલન કરી મોડી રાત્રે વિશેષ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન મધદરિયામાં બોટને રોકી તપાસ કરવામાં આવી અને મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું.
આ ઓપરેશનમાં ગુજરાત ATS અને ગુજરાત NCBના અધિકારીઓ પણ શામેલ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી કુલ 3,600 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, જે ડ્રગ્સ વિરુદ્ધ આ વિસ્તારમાં સતત થઈ રહેલી કાર્યવાહીનું પ્રતિબિંબ છે.
મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. આ સફળતા સેન્ટ્રલ એજન્સીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે. ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દિલ્હીની ટીમને મહત્વપૂર્ણ માહિતી મળી હતી કે ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની છે. આ બાતમીના આધારે NCBની ટીમે નેવીની મદદ લઇને ખાસ ઓપરેશન ચલાવ્યું અને બોટને મધદરિયામાં અટકાવી જથ્થો કબજે કર્યો. આ ઓપરેશનમાં ગુજરાત ATS અને NCBના અધિકારીઓ પણ જોડાયા હતા.
ગઈકાલે મોડી રાતથી ચાલી રહેલા ઓપરેશનમાં 500 કિલોથી વધુ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. નેવી અને કોસ્ટગાર્ડના જહાજ દ્વારા NCBના સહકારથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેને પોરબંદર પોર્ટ પર લાવવામાં આવશે. આ ડ્રગ્સ કયાંથી આવ્યું, કોણે મગાવ્યું હતું, અને તે કયા જહાજ અથવા બોટ મારફતે લવાયું હતું તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.