Porbandar: પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરાની અટકાયત કરી પોલીસે પાર પાડ્યુ મોટુ ઓપરેશન
Porbandar: કુખ્યાત ગેંગ લીડર અને અનેક ગુનામાં સંડોવાયેલા પોરબંદરના નામચીન ભીમા દુલા ઓડેદરાની પોલીસે અટકાયત કરી છે. બોરીચક ગામે પોલીસે ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યુ હતુ. આરોપીઓને ઝડપવા ગયેલી પોલીસને મોટો દલ્લો પણ હાથ લાગ્યો છે. ભીમા દુલાની વાડીમાંથી પોલીસને 50 લાખ રૂપિયા રોકડા અને ઘાતક હથિયારો મળ્યા છે. રોકડ અને હથિયારો જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભીમા દુલા ઓડેદરા સહિત ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
Porbandar: પોલીસે વહેલી સવારે બોરીચા ગામે દરોડા પાડી મોટુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા પોલીસે લાખોની રોકડ રકમ અને જીવલેણ હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હોવાનું સામે આવ્યુ છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટા પોલીસ કાફલા સાથે પોલીસે ઓપરેશન પાર પાડ્યુ હતુ.
ગેંગ લીડર ભીમા દુલા એ રાણાવાવ-કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસન દુલા ઓડેદરાનો મોટો ભાઈ થાય છે. ભૂતકાળમાં તેણે આદિત્યાણા ગામે સંધી પિતા-પુત્રની હત્યા કરી હતી. અર્જુન મોઢવાડીયાના ચુસ્ત ટેકેદાર ગણાતા મુળું મોઢવાડીયાની પણ વર્ષ 2005માં ગોળી ધરબી થઈ હત્યા કરી હતી. ભીમા દુલા અને તેમના સાથીઓએ આદિત્યાણા ગકામના ઈસ્માઈલ ઉર્ફે ટીટી અને તેના પુત્રની ભરબજારમાં સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી.
હત્યા પાછળનું કારણ એવુ હતુ કે આદિત્યાણા ગામે પાઈપલાઈનનું કામ ચાલતુ હતુ, આ કામમાં ભીમા દુલાના બનેવી છગન કરશનની મશીનરી આ લાઈનના કામમાં ચાલુ હતી. ત્યારે ઈસ્માઈલ ટીટીવી ઓફિસ નજીક આ કામ નબળુ થતુ હોવાથી તેણે કામ બંધ કરાવ્યુ હતુ. તેન વિવાદ થતા તે જ સમયે ભીમા દુલા અને તેના માણસોએ ઈસ્માઈલ ટીટી અને તેના પુત્રની હત્યા કરી હતી. 2004માં કરાયેલી આ હત્યાનો ગુજરાત હાઈકોર્ટમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.