Police recruitment : કડકડતી ઠંડીમાં ખાખી માટે દોડ: પરીક્ષા કેન્દ્રોએ ફેલાવ્યા ખુશી અને નિરાશાના દૃશ્યો
Police recruitment પોલીસ વિભાગની 12,472 જગ્યાઓ માટે 10 લાખથી વધુ ઉમેદવારો કડકડતી ઠંડીમાં શારીરિક કસોટી આપવા માટે પહોંચ્યા
રાજ્યભરમાં 15 પરીક્ષા કેન્દ્રોમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી
સફળતા મેળવનાર ઉમેદવારોમાં ખુશી છવાઈ ગઈ, જ્યારે નિષ્ફળ ઉમેદવારો માટે વાલીઓ અને સાથીઓ દ્વારા આશ્વાસન અને સહાનુભૂતિનો માહોલ ઉભો થયો
Police recruitment : રાજ્યના પોલીસ વિભાગમાં Police recruitment 12,472 જગ્યાઓ માટેની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, અને તે માટે રાજ્યભરના 15 પરીક્ષા કેન્દ્રોમાં (ગ્રાઉન્ડ્સ) 10 લાખથી વધુ ઉમેદવારો શારીરિક કસોટી આપવા પહોંચ્યા છે. કડકડતી ઠંડીમાં વહેલી સવારે હજારો ઉમેદવારો ખાખી વસ્ત્ર પહેરવાના સપનાને સાકાર કરવા દોડ માટે આવ્યા હતા. ખાસ કરીને મહિલા ઉમેદવારોની સાથે તેમના વાલીઓની પણ મોજૂદગી જોવા મળી, જે આ ખાસ પ્રસંગના સાક્ષી બન્યા. Police recruitment
પરીક્ષા કેન્દ્રોમાં ખુશી અને નિરાશના દૃશ્યો
પરીક્ષા કેન્દ્રોમાં અનેક સ્થળોએ સફળ ઉમેદવારોના ચહેરા પર ખુશી જોવા મળી, તો નિષ્ફળ ઉમેદવારો નિરાશ થયા હતા. આ પરિસ્થિતિમાં પણ ઘણા વાલીઓ અને સાથી ઉમેદવારો એકબીજાને આશ્વાસન આપતા નજરે પડ્યા.
પોલીસ ભરતી માટેની ખાસ વ્યવસ્થા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે 12,472 જગ્યાઓ માટેની આ પ્રોસેસ માટે 16 લાખથી વધુ અરજી કરનારા ઉમેદવારોમાંથી 10 લાખની પુષ્ટિ કરી હતી. હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં અમદાવાદ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની પરીક્ષાઓ યોજાઈ. અહીં 250થી વધુ ઉમેદવારો હાજર રહ્યા અને લગભગ 80 ઉમેદવારો શારીરિક કસોટી પાસ કરી.
ખાખી માટે દોડ
ગોધરાના SRP ગ્રાઉન્ડમાં છોટાઉદેપુરથી આવેલા સહદેવ રાઠવાએ 24 મિનિટમાં દોડ પૂર્ણ કરી, જ્યારે કેટલાક ઉમેદવારો 25 મિનિટનો લક્ષ્યાંક પૂર્ણ કરતા પહેલા જ સફળ થયા. ગોંડલ SRP ગ્રાઉન્ડમાં સેન્ટરોની વ્યવસ્થા પર ઉમેદવારો ખુશ હતા, જ્યારે મહેસાણામાં 50% જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.
આરોગ્ય અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા
જામનગર, ગોધરા અને જૂનાગઢમાં પોલીસ ગ્રાઉન્ડમાં તબીબી ટીમ સાથે 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. ઉમેદવારોને કોઈ તાત્કાલિક સારવારની જરૂર પડતી સ્થિતિ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
મહેનતના પરિણામે ખુશી
રાજકોટના એક ઉમેદવારે જણાવ્યું કે તેઓ સવારે 3:30 વાગ્યે પહોચ્યા અને 7:00 વાગ્યે દોડ શરૂ થઈ. 200 ઉમેદવારોની બેચમાંથી લગભગ 70 ઉમેદવારો સફળ થયા. તેમના મોઢા પર ઘણા મહીનાઓની મહેનત સફળ થતાં ખુશી દેખાઈ રહી હતી.
જાહેર વ્યવસ્થાને લઈને પ્રશંસા
હિંમતનગર અને ગોંડલ જેવા સ્થળોએ પરીક્ષા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓને લઈને ઉમેદવારો અને વાલીઓએ પ્રશંસા કરી હતી. પરંતુ, નાનાં ગ્રાઉન્ડના કારણે વધુ રાઉન્ડ લગાવવી પડી હતી, જે થોડું પડકારજનક હતું.
આ પરીક્ષાઓ રાજ્યભરમાં બે મહિના સુધી ચાલશે અને લાખો ઉમેદવારો માટે આ સપનાને સાકાર કરવાની તક બની રહેશે.